Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Delhi માં કોનસ્ટેબલની બાઈકને ટક્કર મારી 10 મીટર ખસેડ્યા, જુઓ વીડિયો

04:17 PM Sep 29, 2024 |
  • કોનસ્ટેબલને કાર ચાલકે ટક્કર મારી જીવ લીધો
  • બાલાજી હોસ્પિટલમાં કોનસ્ટેબલનું મોત થયું
  • આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ટીમ તૈયાર

Delhi Constable Accident Viral Video : Delhi ના નાંગલોઈ વિસ્તારમાંથી એક હચમચાવી નાખે તેવો Hit And Run નો કેસ સામે આવ્યો છે. જોકે આ Hit And Run માં એક પોલીસ Constable નું મોત નિપજ્યું છે. તે ઉપરાંત આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. આ મૃતક Constable નાંગલોઈ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરજ પર નિયુક્ત હતાં. તો આ મૃતક Constable નું નામ સંદીપ છે. તો જ્યારે Constable સંદીપ પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતાં, ત્યારે ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યા હતાં.

કોનસ્ટેબલને કાર ચાલકે ટક્કર મારી જીવ લીધો

એક અહેવાલ અનુસાર, Constable સંદીપ નાગલોઈ વિસ્તારમાં તસ્કરીના મામલે સીવીલ યુનિફોર્મમાં કાર્યવાહી હાથ ધરી રહ્યા હતાં. ત્યારે તેઓ પોતાની બાઈકને લઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતાં. તે સમયે એક એક વેગનાર કાર આવીને તેમને ભયાનક ટક્કર મારી હચી. જોકે Constable સંદીપે જ્યારે આ કારને પૂરપાટે આવી રહી હતી, ત્યારે તેમણે ડ્રાઈવરને કારને ધીમી કરવાની ભલામણ કરી હતી. પરંતુ કાર ચાલકે તેમને ભયાવહ ટક્કર મારી હતી. પરંતુ કારને રોકવા માટે સંદીપે બાઈકથી કારને ઓવર ટેક કરવાની કોશિશ કરી હતી. ત્યારે આ સંપૂર્ણ ઘટનાનું નિર્મામ થયું હતું.

આ પણ વાંચો: EasyJet flight ના ટેક ઓફ બાદ હવામાં બ્રિટિશ કપલે કર્યું સેક્સ! તો પછી…

બાલાજી હોસ્પિટલમાં કોનસ્ટેબલનું મોત થયું

Constable સંદીપના બાકીને કારે ટક્કર મારી હતી. ત્યારે બાઈક સાથે Constable કારના બોનેટની આગળ ફસાઈ ગયા હતાં. ત્યારે કારે વધુ ઝડપે કારને ચલાવીને તેમને મારવાની કોશિશ કરી હતી. ત્યારે આશરે 10 મીટર સુધી Constable સંદીપ અને તેની બાઈકને કાર ચાલકે ખસેડ્યા હતાં. ત્યારે Constableને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. જોકે સ્થાનિકોએ આ ઘટનાને જોઈ તુરંત Constableને હોસ્પિટલ પહોંચાડ્યા હતાં. પરંતુ ગંભીર ઈજાઓને કારણે Constable સંદીપે પશ્ચિમ વિહારમાં આવેલા બાલાજી હોસ્પિટલમાં પોતાના સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતાં.

આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ટીમ તૈયાર

ડીસીપી જિમી ચિરામે જણાવ્યું છે કે, કારમાં બે લોકો સવાર હતાં. ત્યારે બંને આરોપીઓ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા છે. તેથી પોલીસે એક ખાસ ટીમને આ બંને આરોપીઓને પકડી પાડવા માટે તૈયાર કરી છે. તે ઉપરાંત બંને આરોપીઓની ઓળખાળ પણ સાબિત થઈ ગઈ છે. તે ઉપરાંત Constableની બાઈકને જે કારે ટક્કર મારી હતી. તેને પોલીસને હસ્તક લઈ લેવામાં આવી છે. ત્યારે આગળ પોલીસે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: China માં પાઇપમાં વિસ્ફોટ થતા માનવ મળનો વરસાદ થયો, જુઓ વીડિયો