- દાહોદ (Dahod) પોલીસની કામગીરીનો અદભુત વીડિયો
- મંદિરમાં ચોરી કરી જંગલમાં છુપાયેલ ચોરને પકડ્યો
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એ પણ કર્યા વખાણ
ગામડું હોય કે શહેર, હવે ગુજરાત પોલીસની (Gujarat Police) નજરમાંથી બચવું ગુનેગારો માટે આસાન નહીં હોય. ગુજરાત પોલીસે આદિજાતિ વિસ્તારમાં પણ પોલીસિંગ માટે નવા ધોરણો સ્થાપિત કર્યા છે. દાહોદનાં (Dahod) ઝાલોદમાં મંદિરમાંથી ચોરી કરીને ભાગેલા આરોપીને પોલીસે ટેક્નોલોજીની મદદથી ગાઢ જંગલમાંથી પણ દબોચી કાઢ્યો હતો. પોલીસ ટીમ દ્વારા ચોરીનાં ગુનેગારને ટ્રેક કરવા માટે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો (Thermal Image Night Vision Drone) ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પણ અભિનંદન સાથે બિરદાવી હતી. ઝડપાયેલો આરોપી અગાઉ 70 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો – Ahmedabad : GMDC ગ્રાઉન્ડમાં જનમેદની, PM મોદીએ 8 હજાર કરોડનાં વિકાસ કામોની ભેટ આપી
ગૃહરાજ્ય મંત્રીએ દાહોદ એસપી અને તેમની ટીમને બિરદાવી
જણાવી દઈએ કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં દાહોદનાં (Dahod) ઝાલોદમાં આવેલા એક મંદિરમાંથી ચોરી કરીને ભાગતા આરોપીને પોલીસે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી ગાઢ જંગલમાંથી પણ ઝડપી પાડ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમની પોસ્ટમાં લખ્યું કે, દાહોદ SP અને ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી! શું તમે ક્યારેય વિચાર્યું છે ? આદિજાતિ જિલ્લા પોલીસ થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને કેસને ઉકેલ્શે ? ગ્રામીણ પોલીસિંગ માટે નવા ધોરણો સ્થાપિત થયા છે!
આ પણ વાંચો – Gandhinagar : RE-INVEST-2024 માં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- PM મોદી એવા વિઝનરી નેતા છે જે હંમેશાં..!
‘આ ઉત્કૃષ્ટ કામગીરી માટે DSP દાહોદ અને તેમની ટીમને અભિનંદન’
ગૃહ રાજ્યમંત્રીએ (Harsh Sanghvi) વધુમાં જણાવ્યું કે, ‘ગઈકાલે એક મંદિરમાં ચોરી કરીને એક ચોર ગાઢ જંગલમાં ભાગી ગયો હતો, પણ DSP દાહોદ (Dahod) અને તેમની ટીમે ચોરને ભાગવા દીધો નહોતો! તેઓએ ગુનેગારને ટ્રેક કરવા અને પકડવા માટે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ ઉત્કૃષ્ટ કામગીરી માટે DSP દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા ગર્વ અનુભવું છું!’
આ પણ વાંચો – VADODARA : તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ફૂટ પેટ્રોલીંગ, ડ્રોન સર્વેલન્સ, અશ્વદળની તૈનાતી