Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Israel ની આ હસિના લેબેનાનમાં પેજેર હુમલાની છે માસ્ટરમાઈન્ડ!

05:56 PM Sep 21, 2024 |
  • Cristiana એ પાર્ટિકલ ફિજિક્સમાં તેણીએ પીએચડી કર્યું
  • તમામ વ્યક્તિઓ તેણીને એક બુદ્ધિમાન વ્યક્તિત્વ ગણાવે છે
  • Cristiana બુડાપેસ્ટમાં આવેલા એક આલિશાન મકાનમાં રહે છે

Woman Linked To Exploding Pagers : Lebanon માં થયેલા Pager explosion એ દરેક દેશની ખુફિયા સંસ્થાઓને ચોંકાવી દીધી છે. કારણે કે… વિશ્વમાં આ પ્રથમવાર બન્યું છે કે, કોઈ દેશ દ્વારા તેના દુશ્મનના દેશમાં આવી રીતે હુમલો કરવામાં આવ્યો હોય. જોકે Lebanon માં થયેલા Pager explosion ની અંદક આશરે 2800 થી વધુ લોકો ઘાયલ થયા છે. તે ઉપરાંત 30 વધુ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ મામલે એક પ્રખ્યાત મહિલનાનું નામ સામે આવ્યું છે. આ મહિલાને ઈઝરાયેલની મોસાદ સાથે સંડોવાયેલી હોય, તેવું માનવામાં આવી રહ્યું છે.

Cristiana એ પાર્ટિકલ ફિજિક્સમાં તેણીએ પીએચડી કર્યું

Cristiana Barsony-Arcidiacono નામની મહિલા એ કંપનીની પદઅધિકારી છે, જે કંપનીએ લેબનાનના સૈનિકો Pager સોંપ્યા હતાં. Cristiana Barsony-Arcidiacono એ મૂળ રૂપે હંગેરિયન અને ઈટાલિયન છે. ત્યારે Cristiana Barsony-Arcidiacono એ હંગેરીમાં આવેલી બીએસસી કંસલ્ટિંગ ફર્મની પદઅધિકારી પણ છે. જોકે લેબનાનમાં થયેલા હુમલા બાદ Cristiana Barsony-Arcidiacono ને જાહેરમાં કોઈપણ સ્થળે જોવા મળી નથી. જોકે Cristiana Barsony-Arcidiacono એ આ હુમલામાં કોઈપણ પ્રકારની ભાગીદારી ગણાવી નથી.

આ પણ વાંચો: ‘China Beautiful Governor’ એ 58 લોકો સાથે બાંધ્યા શારિરીક સંબંધ! હવે થઈ જેલ હવાલે, જાણો કેમ ?

Cristiana બુડાપેસ્ટમાં આવેલા એક આલિશાન મકાનમાં રહે છે

લેબેનાનમાં આવેલા હિઝબુલ્લાહના સૈનિકોને જે Pager આપવામાં આવ્યા હતાં. તેની પર તાઈવાનની કંપની ગોલ્ડ અપોલોનું લાઈસન્સ રહેલું છે. જોકે Cristiana Barsony-Arcidiacono એ કુલ 7 ભાષાઓથી પરિચિત છે. તેને વિશ્વની સૈથી વધુ બોલાતી 7 ભાષાઓને બોલતા અને લખતા આવડે છે. તે ઉપરાંત Cristiana Barsony-Arcidiacono એ પાર્ટિકલ ફિજિક્સમાં તેણીએ પીએચડી કર્યું છે. તો એક ઈન્ટરવ્યૂમાં Cristiana Barsony-Arcidiacono એ જણાવ્યું છે કે, તેણી માત્ર એક મધ્યસ્થ વ્યક્તિ તરીકે કામ કરે છે. Cristiana Barsony-Arcidiacono એ હાલમાં, બુડાપેસ્ટમાં આવેલા એક આલિશાન મકાનમાં રહે છે.

તમામ વ્યક્તિઓ તેણીને એક બુદ્ધિમાન વ્યક્તિત્વ ગણાવે છે

Cristiana ને જાણતી તમામ વ્યક્તિઓ તેણીને એક બુદ્ધિમાન વ્યક્તિત્વ ગણાવે છે. Cristiana એ પોતાના કારકિર્દીના સમયગાળા દરમિયાન આફ્રિકા, યૂરોપ અને મિડલ ઈસ્ટમાં આવેલા અનેક શહેરોમાં ગણતરીના સમય પૂરતી નોકરી કરી છે. તે ઉપરાંત યૂએને પણ Cristiana ને એક ડચ પ્રોગામની કમાન સોંપી હતી. Cristiana એ પોતાના રેસ્યૂમમાં જણાવ્યું છે કે, તેણી એ આંતરરાષ્ટ્રીય એટોમિક એનર્જી એજન્સીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કર્યું છે. તે ઉપરાંત તેણી ન્યૂયોર્ક અર્થ ચાઈલ્ડ ઈનસ્ટીટ્યૂટની સભ્ય હોવાનો પણ દાવો કર્યો છે.

આ પણ વાંચો: Quad Summit: જો બિડેનના વતનની આ ભવ્ય હવેલીમાં ભેગા થશે આ 4 યાર….