+

કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો, મૃત્યુ આંકે વધારી ચિંતા

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ હજુ સંકટ ટળ્યું નથી. રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા આ રોગચાળાને પહોંચી વળવા માટે અનેક સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે સંસદમાં વિપક્ષ પણ કેન્દ્ર સરકાર પર કોરોના મહામારીની સ્થિતિ પર સવાલ ઉઠાવી રહ્યો છે. સંસદમાં પીએમ મોદીએ શું કહ્યું? સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દરમિયાન કહ્યું હતું કે, '

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ હજુ
સંકટ ટળ્યું નથી
. રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા આ
રોગચાળાને પહોંચી વળવા માટે અનેક સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બધાની
વચ્ચે હવે સંસદમાં વિપક્ષ પણ કેન્દ્ર સરકાર પર કોરોના મહામારીની સ્થિતિ પર સવાલ
ઉઠાવી રહ્યો છે.


સંસદમાં પીએમ મોદીએ શું કહ્યું?

સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દરમિયાન
કહ્યું હતું કે
, ‘કોરોનાના સમયગાળા દરમિયાન કોંગ્રેસના આચરણથી સમગ્ર દેશ
આશ્ચર્યચકિત છે. કેટલાક લોકો જે રીતે વર્ત્યા છે
, લોકો પૂછે છે કે
લોકોનું સુખ કે દુ:ખ તમારું નથી. આટલું મોટું સંકટ આવ્યું
, અનેક રાજકીય પક્ષોના
નેતાઓ કે જેઓ પ્રજાના નેતા ગણાય છે. તેમણે લોકોને અપીલ કરવી જોઈતી હતી કે તમે
માસ્ક પહેરો
, બે ગજનું અંતર રાખો. જો તેમણે દેશની જનતાને વારંવાર કહ્યું હોત
તો ભાજપ-મોદીને શું ફાયદો થયો હોત. પરંતુ આટલા મોટા સંકટમાં પણ તેઓ આમ કરવામાં
નિષ્ફળ ગયા. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેના અવાજમાં ધ્રુજારી હતી.


ગંગામાં
કેટલા મૃતદેહો વહી ગયા તેમની માહિતી નથી

જલ શક્તિ રાજ્ય મંત્રી વિશ્વેશ્વર
ટુડુએ
જણાવ્યુ કે,  કોરોના દરમિયાન ગંગા નદીમાં
ફેંકવામાં આવેલા મૃતદેહો વિશે લેખિત જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ગંગા નદીમાં
ફેંકવામાં આવેલા કોરોના સંબંધિત મૃતદેહોની સંખ્યા વિશે તેમની પાસે માહિતી ઉપલબ્ધ
નથી.

 

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1188 દર્દીઓના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના
દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે
, પરંતુ મૃતકોની સંખ્યાએ ફરી એકવાર ચિંતા
વધારી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર
,દેશમાં  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 67,597 કેસ નોંધાયા
છે અને 1
,188 લોકોના મોત થયા છે. આ દરમિયાન 1,80, 456 લોકો સ્વસ્થ થયા છે.


 ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના રિપોર્ટ અનુસાર, ગઈકાલે ભારતમાં
કોરોના વાયરસ માટે 13
,46,534 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 74,29,08,121 સેમ્પલ
ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં
અત્યાર સુધી માં 5
,04,062
લોકોએ કોણનાના કારણે જીવ ગુમાવ્યો છે જ્યારે 9,94,891 એકટિવ કેસ છે અને 1,70,21,72,615 વેક્સિનના ડોઝ આપાઈ
ચૂક્યા છે. 

Whatsapp share
facebook twitter