Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Controversy : મતદાન મથકની 100 મીટરમાં ધારાસભ્યની કાર ?

05:33 PM May 11, 2024 | Vipul Pandya

Controversy : મહીસાગર પરથમપુરમાંને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. દાહોદ લોકસભા બેઠકમાં મહીસાગર પરથમપુરમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યું હોવાનો મામલો બહાર આવ્યા બાદ અહીં આજે ફેર મતદાન યોજાઇ રહ્યું છે ત્યારે ફરી એક વાર ફેર મતદાનમાં પણ વિવાદ (Controversy ) ઉભી થઇ છે. અહીં મતદાન મથકની 100 મીટરની અંદર કોંગ્રેસના ધારાસભ્યની કાર જોવા મળી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની આ કાર

આજે મહીસાગર પરથમપુરમાં ફેરમતદાન થઇ રહ્યું છે. લોકો ઉત્સાહપૂર્વક અહીં મતદાન કરી રહ્યા છે. જો કે વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે જોવા મળ્યું કે મતદાન મથકની 100 મીટરની અંદર કોંગ્રેસના ધારાસભ્યની કાર ઉભેલી હતી. લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની આ કાર હોવાનું સામે આવ્યું છે.

અધિકારીને જાણ કર્યા બાદ ઈનોવા કાર હટાવવામાં આવી

મતદાન મથકની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર જોવા મળતા ચકચાર મચી ગઇ હતી. એક વિવાદ માંડ શાંત પડ્યો હતો ત્યારે ફેરમતદાનમાં પણ વિવાદ સર્જાયો હતો. સમગ્ર મામલે દાહોદ કલેકટર અને મહીસાગર કલેકટરને તાત્કાલિક જાણ કરાઇ હતી. ચૂંટણી અધિકારીને જાણ કર્યા બાદ ઈનોવા કાર હટાવવામાં આવી હતી.

બુથ પાસેથી ઈનોવા કાર મળતા ચકચાર

ફેરમતદાન વચ્ચે બુથ પાસેથી ઈનોવા કાર મળતા ચકચાર મચી ગઇ હતી. ખુદ ધારાસભ્ય જ ચૂંટણી નિયમોની ઐસીતૈસી કરતા હોવાનો ગણગણાટ શરુ થઇ ગયો હતો. આ મામલે ચૂંટણીપંચ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

હું આસપાસ હતો જ નહીં

બીજી તરફ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે લગ્ન પ્રસંગમાં હું ગયો હતો અને મતદાન મથકની 200 મીટરની બહાર મારી કાર હતી. મને નિયમોની ખબર છે. હું આસપાસ હતો જ નહીં.

આ પણ વાંચો—– Dahod : બોગસ વોટિંગનું સો. મીડિયા પર LIVE કરી BJP નેતા પુત્રે કહ્યું- EVM મારા બાપનું છે…!

આ પણ વાંચો—– VADODARA : BJP ના મહિલા કોર્પોરેટર સાથે કાર્યકર્તાની ગેરવર્તણુંકનો મામલો આગળ વધ્યો

આ પણ વાંચો—- BJP નેતાઓ સાથે ફોટા પડાવનારા મહાઠગે ભાજપને પણ ના છોડી ?