Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Congress Nyay Yatra : કોંગ્રેસનાં નેતાઓએ રાજ્ય સરકારને આડે હાથ લીધી! BJP નેતાઓએ કર્યો વળતો પ્રહાર

01:53 PM Aug 09, 2024 |

આજે મોરબીથી (Morbi) ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાની (Congress Nyay Yatra) શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ નેતાઓનાં જણાવ્યા મુજબ, આ ન્યાય યાત્રા વિવિધ દુર્ઘટનાનાં પીડિતોને ન્યાય અપાવવાનાં હેતું સાથે શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસની ન્યાય યાત્રામાં પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ, અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને પીડિત પરિવાર જોડાયા છે. ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડા (Amit Chavda), વિમલ ચુડાસમા (Vimal Chudasama), જેનીબેન ઠુમ્મર અને પાલ આંબલિયાએ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા (Congress Nyay Yatra) શરૂ થઈ છે જે પ્રથમ દિવસે ટંકારા સુધી યોજાશે. આ યાત્રામાં ગુજરાત કોંગ્રેસનાં દિગ્ગજ આગેવાનો સામેલ થયા છે. કોંગ્રેસની ન્યાય યાત્રામાં રાજકોટ અગ્નિકાંડ, મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતો પણ જોડાયા છે. યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, જ્યાં સુધી પીડિત પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઇ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી ભાજપનાં (BJP) નેતાઓ કયાં હતા ? દુર્ઘટનાઓને ઘણો સમય વીતી ગયા છતાં પણ હજું સુધી પીડિત પરિવારોને ન્યાય માટે વલખાં મારવા પડી રહ્યા છે.

કોંગ્રેસ નેતાઓએ રાજ્ય સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

ઉપરાંત, ધારાસભ્ય વિમલ ચુડાસમાએ (Vimal Chudasama) આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ સરકારનાં નેતૃત્વ હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એક્શન લેવાતા નથી. જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી થતી નથી. પદાધિકારી પર કાર્યવાહી થતી નથી. જ્યારે કોંગ્રેસની મહિલા નેતા જેનીબેન ઠુમ્મરે (Jeniben Thummar) આકરા પ્રહાર કરતા કહ્યું કે, અમારી માગ છે કે રાજ્ય સરકાર પીડિત પરિવારને જલદી ન્યાય અપાવે. ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસનાં અધ્યક્ષ પાલ આંબલિયાએ (Pal Ambalia) કહ્યું કે, સૌ પ્રથમવાર બન્યું છે કે કોંગ્રેસ બીજી હરોળમાં છે. જ્યારે પીડિત પરિવાર છે એ પ્રથમ હરોળમાં છે. સંદેશો સ્પષ્ટ છે કે કોંગ્રેસનું વિરોધ પક્ષનું કામ છે.

આ પણ વાંચો –Gujarat Politics : આદિવાસીઓને લઈ BJP- કોંગ્રેસ આમને-સામને, દિગ્ગજ નેતાઓએ લગાવ્યા ગંભીર આરોપ

કોંગ્રેસ કયાં મોઢે ભ્રષ્ટાચારની વાત કરે છે ? : ભરત બોઘરા

બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રા (Congress Nyay Yatra) મામલે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ (Bharat Boghra) કહ્યું કે, કોંગ્રેસ (Congress) પોલિટિકલ બેનિફિટ લેવા માટે આવ ન્યાય યાત્રા કરી રહી છે. પરંતુ, છેલ્લા 28 વર્ષથી ગુજરાતનાં લોકોનાં આશીર્વાદથી ભાજપની સરકાર શાસન કરી રહી છે. તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસનાં શાસનમાં તો ગામો પણ ગુંડાઓનાં નામથી ઓળખાતા હતા. પીડિતોનાં ખભે હાથ રાખીને કોંગ્રેસ પોતાની રાજનીતિ કરવા નીકળી છે. આ સાથે ભરત બોધરાએ કોંગ્રેસ પર શાંતિ ડહોળવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો –Congress Nyay Yatra : આજે મોરબીથી શરૂઆત, Gujarat First ની પીડિત પરિવારો સાથે ખાસ વાતચીત

કોંગ્રેસને 50 વર્ષમાં આદિવાસી યાદ ન આવ્યા : ગોરધન ઝડફિયા

જ્યારે BJP નેતા ગોરધન ઝડફિયાએ (Gordhan Zadafia) પર વળતો પ્રહાર કર્યો છે. ગોરધન ઝડફિયાએ કહ્યું કે, આદિવાસી સમાજને (Tribal Community) સૌથી વધુ અન્યાય કોઈએ કર્યો હોય તો તે કોંગ્રેસે કર્યો છે. આદિવાસીઓને જમીન માલિક બનાવવાનાં અધિકાર અમારી ભાજપ સરકારે આપ્યા છે. તેમણે આગળ કહ્યું કે, કોંગ્રેસને 50 વર્ષમાં આદિવાસી યાદ ન આવ્યા અને હવે ખોટી રાજનીતિ કરે છે.

આ પણ વાંચો –Congress Nyay Yatra : BJP નેતાના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું – તેમનાં શાસનમાં તો..!