+

ગરીબ પરિવારમાંથી આવતા દેવે ધોરણ 10માં 90 ટકા મેળવી શાળા અને સમાજનું ગૌરવ વધાર્યુ

મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા અને ભુજની જેનાચાર્ય અજરામર ઉચ્ચ માધ્યમિક શાળાના પ્રજાપતિ દેવ નામના વિદ્યાર્થીએ ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં એ-વન ગ્રેડ મેળવ્યો છે, દેવે 90.67 ટકા માર્ક મેળવ્યા છે અને…

મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા અને ભુજની જેનાચાર્ય અજરામર ઉચ્ચ માધ્યમિક શાળાના પ્રજાપતિ દેવ નામના વિદ્યાર્થીએ ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં એ-વન ગ્રેડ મેળવ્યો છે, દેવે 90.67 ટકા માર્ક મેળવ્યા છે અને સમાજ અને શાળાનું ગૌરવ વધાર્યું છે,શાળા પરિવારે વિધાર્થીને મીઠું મોઢું કરાવ્યું હતું. દેવના પિતા બીપીનભાઈની ભુજ શહેરના ભીડ નાકા નજીક દેસલસર તળાવની પાળ પર ગેરેજની દુકાન છે ,તેઓ મેકેનિક છે. મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા દેવે સતત મહેનત કરી છે તેમની મહેનત પાછળ તેમના માતા પિતાનો સહયોગ છે.

દેવની ઉમર 15 વર્ષની છે, દેવને આગામી વર્ષોમાં ઇલેક્ટ્રિકલ એન્જીનીનીયર બનવાની ઈચ્છા છે,દેવ પોતાના પિતાને ગેરેજના કામમાં મદદ કરે છે,તેણે ધોરણ 10માં રાત દિવસ મહેનત કરી હતી,તે કહે છે કે મહેનત કરો તો પરિણામ અવશ્ય મળે છે. શાળાના પ્રિન્સિપાલ અનિલઘર ગુસાઈએ પણ દેવની કામગીરી અંગે પ્રશંશા કરી હતી,શાળા પરિવારે મીઠું મોઢું કરાવ્યું હતું.વિદ્યાર્થીની માતા જાગૃતિબેનએ જણાવ્યું હતું કે આજે તેમના માટે આનંદનો અવસર છે,મારો પુત્ર સારા માર્ક્સેએ પાસ થયો છે તેના માટે અમને ગૌરવ છે

Whatsapp share
facebook twitter