- દેશભરમાં શિયાળાની શરૂઆત, હવામાન વિભાગે હિમવર્ષાની આગાહી કરી
- ઠંડીનું આગમન: ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતા, દક્ષિણમાં ભારે વરસાદ
- IMD આગાહી: ઠંડી વધશે, દક્ષિણમાં સાયક્લોનિક સરક્યુલેશનનો ખતરો
IMD Weather Forecast : આજે દેશભરમાં શિયાળાનું આગમન થઈ ગયું છે, ખાસ કરીને ઉત્તર ભારતમાં સવાર અને સાંજ ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે, આગામી સપ્તાહથી હિમવર્ષા પણ શરૂ થવાની સંભાવના છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં હવામાન તો ચોખ્ખું રહેશે, પરંતુ IMD ના જણાવ્યા અનુસાર, 24 ઓક્ટોબરના આસપાસ પાકિસ્તાનથી ઉત્તર પશ્ચિમી પવન ભારતમાં પ્રવેશ કરશે. આ પવનના પ્રભાવથી હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જેવા પહાડી રાજ્યોમાં હિમવર્ષા થવાની શક્યતા છે, જ્યારે હરિયાણા, પંજાબ અને ચંદીગઢ જેવા મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની સાથે ઠંડીનો માહોલ બનશે.
ઉત્તર ભારતના તાપમાનમાં ઘટાડો
દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં ઠંડીનો વધતો પ્રકોપ જોવા મળશે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, તાપમાનમાં 7થી 8 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે શિયાળાની ઠંડી વધુ તીવ્ર બનશે. બીજી બાજુ, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન થવાના કારણે લો પ્રેશરનું ક્ષેત્ર વિકસી રહ્યું છે. તેના પરિણામે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તોફાની પવનો અને ભારે વરસાદની સંભાવના છે. તેમજ તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આ કારણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીની સ્થિતિ વધુ કઠોર બનશે. આ તહેવારોના સમયગાળા દરમિયાન હવામાન કેવી રીતે બદલાશે, તે જાણવું જરૂરી છે.
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન
ભારતીય હવામાન વિભાગ (IMD)ના અહેવાલ અનુસાર, આજે સાંજ સુધીમાં મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં અને 22 ઓક્ટોબરના આસપાસ મધ્ય બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. આ પરિસ્થિતિના કારણે દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં આગામી 3 થી 4 દિવસ સુધી વરસાદ ચાલું રહેશે. જોકે, IMDના આગાહીના આધારે આગામી 7 દિવસમાં દેશના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા નથી, પરંતું મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી બે દિવસ સુધી તોફાની પવનો ફૂંકાઈ શકે છે. 20થી 21 ઓક્ટોબરના રોજ તમિલનાડુ અને કર્ણાટકમાં વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. મધ્ય બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે, જે આગામી દિવસોમાં લો પ્રેશર એરિયા બનાવશે.
અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર આગળ વધશે
આગામી 3 થી 4 દિવસમાં મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર તરફ લો પ્રેશર એરિયા આગળ વધશે, જેના કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળના કિનારી વિસ્તારોમાં 35 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, કેટલીક જગ્યાએ 50 થી 55 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. આ પરિસ્થિતિએ વિસ્તારના હવામાનમાં નોંધપાત્ર બદલાવ લાવશે, અને આ વિસ્તારોમાં હવામાનમાં ઠંડીના પ્રકોપમાં વધારો જોવા મળશે. 20 ઓક્ટોબરે ઉત્તર આંદામાન સમુદ્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ શરૂ થઈ ચૂક્યું છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, 22 ઓક્ટોબર સુધી આ પરિભ્રમણ પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં પ્રવેશ કરી ને લો પ્રેશરનું વિસ્તાર બનાવશે. આ કારણે 23 અને 24 ઓક્ટોબરે બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકે થશે. આ હવામાન પરિબળોના કારણે દેશમાં ઠંડીનો પ્રકોપ વધશે, ખાસ કરીને ઉત્તરીય વિસ્તારોમાં ઠંડી વધુ કડક બનશે. આ ઘટનાઓને કારણે મહારાષ્ટ્ર, ઓડિશા, બંગાળ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે દેશભરમાં ઠંડીનો પ્રકોપ વધશે.
આ પણ વાંચો: Bahraich માં હિંસા મામલે બુલડોઝર કાર્યવાહી!, PWD એ આરોપીના ઘરે લગાવી નોટિસ