Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પંજાબમાં ખાલિસ્તાન ચળવળને બાજુએ મુકી CM ભગવત માન ભાવનગરમાં, આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

09:21 PM Apr 14, 2023 | Vipul Pandya

ખાલિસ્તાનના સમર્થકો સામે એક્શનના લીધે આ આંદોલન સુસ્ત હતું પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી ખાલિસ્તાનની ચળવળ માથું ઉંચકી રહી છે. પંજાબમાં (Punjab) ખાલિસ્તાનના સમર્થકો દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. પોલીસ હુમલા થઈ રહ્યાં છે. મોટા નેતાઓ પર હુમલાની ધમકીઓ મળી રહી છે આ વચ્ચે પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતના (Gujarat) પ્રવાસે પહોંચ્યા છે.

ભગવત માન ગુજરાતમાં
કેન્દ્રીય ગૃહ મંત્રાલય આવી ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે. નિષ્ણાતો પ્રમાણે પંજાબમાં જે પણ ચાલી રહ્યું છે તે યોગ્ય નથી. આ મુદ્દે આંખ આડા કાન કરવું ખૂબ મોંઘુ પડી શકે છે ત્યારે રાજ્યના આવા ગંભીર મુદ્દાઓને બાજુએ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાતના પ્રવાસે આવ્યા છે.

આ કાર્યક્રમમાં આપશે હાજરી
ભગવત માન આજે સાંજે ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. આજે રાત્રિ રોકાણ ભાવનગર સર્કિટ હાઉસમાં કર્યાં બાદ કાલે તેઓ ભાવનગરમાં માંધાતા ગૃપ દ્વારા શહેરના જવાહર મેદાનમાં આયોજીત સર્વજ્ઞાતિય સમુહ લગ્નમાં હાજરી આપશે તેમજ બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરવાના છે. એક તરફ પોતાના રાજ્યમાં ખાલિસ્તાન ચળવળ માથું ઉચકી રહી છે ત્યારે ગુજરાતી વોટ બેંકને આકર્ષવા ભગવત માન ભાવનગર પહોંચ્યા છે.

વોટબેંકને આકર્ષવા પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પંજાબના અજનલામાં પોલીસ અને ખાલિસ્તાન સમર્થક સંગઠન ‘વારિસ પંજાબ દે’ના લોકો વચ્ચે મોટી અથડામણ થઈ હતી અને ત્યારથી રાજ્યની સ્થિતિ ખુબ ગંભીર બની હતી. આ મામલે ગૃહમંત્રાલય અને ઈન્ટેલિજન્સ સહિત સમગ્ર દેશની નજર છે ત્યારે  પોતાના રાજ્યની સ્થિતિને કોરાણે મુકીને પોતાની પાર્ટી માટે વોટબેંકને આકર્ષવા ભગવત માન ભાવનગરના કાર્યક્રમમાં હાજરી આપશે.

વોટબેંકને રિઝવવાનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં મોટાભાગની વિધાનસભાની સીટો અને લોકસભાની સીટ પર કોળી મતદારો નિર્ણાયક છે અને માંધાતા ગૃપ કોળી સમાજનું સંગઠન છે તેના અધ્યક્ષ રાજુ સોલંકી કે જેઓ AAP સાથે જોડાયેલા છે અને તેમના સમાજમાં ખાસ્સુ એવું પ્રભુત્વ ધરાવે છે ત્યારે તેમના દ્વારા 201 યુગલોના સર્વજ્ઞાતિય સમુહ લગ્ન યોજાવાના છે ત્યારે આ કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રીની હાજરી વોટબેંકને રિઝવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે તો બીજી તરફ પંજાબમાં ચાલી રહેલી ખાલિસ્તાની ચળવળને સાઈડમાં મુકી વોટબેંક માટે અહીં પહોંચતા તેમની ટીકાઓ પણ થઈ રહી છે.

કોણ છે રાજુ સોલંકી?
વીર માંધાતા ગૃપના અધ્યક્ષ રાજુભાઈ સોલંકી કોળી સમાજના આગેવાન છે અને આમ જોઈએ તો તેમનું ગૌત્ર ભાજપનું જ છે. અગાઉ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, બાદમાં તેઓ થોડા સમય પુરતા કોંગ્રેસમાં જઈ ફરી ભાજપમાં આવી ગયા હતા અને છેલ્લે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર જીતુભાઈ વાઘાણી સામે AAPમાંથી ઉભા રહ્યાં હતા અને હારનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.