Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફરી જુનિયર ડોકટરો આકરા મૂડમાં, 18 થી 20 ફેબ્રુ.દરમિયાન કરશે વિરોધ પ્રદર્શન

07:18 PM Apr 22, 2023 | Vipul Pandya

અમદાવાદ સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરવાના માર્ગે છે. છેલ્લા કેટલાક સમયથી સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના હેડ કમલેશ ઉપાધ્યાય માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હોવાની ફરિયાદો ઉઠી હતી. અને તેમના વિરૂદ્ધ એક્શન લેવામાં આવે તે માટે જુનિયર ડૉકટર એસોસિએશને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અગાઉ જુનિયર ડોક્ટરો આ અંગે મૌખિક તેમજ લેખિત રજૂઆતો પણ કરી ચૂક્યા છે. અગાઉ ડોક્ટરોના વિરોધને ધ્યાનમાં રાખીને હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા નિષ્પક્ષ તપાસ કમિટી રચવામાં આવશે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મેડિસિન વિભાગના વડાનો ચાર્જ તબીબી અધિક્ષકને આપવામાં આવશે. તથા તપાસમાં કમલેશ ઉપાધ્યાય દોષિત સાબિત થાય તો તેમને બરતરફ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. ત્યારબાદ રેસિડેન્ટ ડોક્ટરોનું આંદોલન સમેટાયું હતું. 
જો કે આ આશ્વાસન આપ્યાના ૧૫ દિવસ થઈ ચુક્યા છે.  છતા કોઇપણ પ્રકારના પગલાં ન લેવાતા આ મુદ્દાને લઈને 18 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી રેસિડેન્ટ ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરશે.  જેમાં યુજી સ્ટુડન્ટ તેમજ ઈન્ટન ડોક્ટર, રેસિડેન્ટ ડૉક્ટર, ઓપીડી અને વોર્ડ ડ્યુટીથી અળગા રહીને વિરોધ પ્રદર્શન કરશે. જો ત્યારબાદ પણ કોઈ હકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો 21ફેબ્રુઆરીથી હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.