- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય
- રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી
- રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને મળશે લાભ
Gift : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના 5 લાખ કર્મચારીઓને ગિફ્ટ (Gift ) આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય કર્યો છે અને રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ મળે છે
રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ ૬૦૦૦ કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો—-Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્ર અમિત શાહની ઉપસ્થિતિમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
- રાજ્ય સરકાર ધ્વારા એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુનો મહત્વ પુર્ણ નીર્ણય
- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક હિત નિર્ણય
- રાજ્ય સરકારના કર્મચારીઓને વંદે ભારત ટ્રેઇનની માન્યતા
- એલ.ટી.સી/વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને અપાઇ માન્યતા
- કર્મચારીઓને એલ.ટી.સી પ્રવાસ છ હજારની કિ.મી.ની મર્યાદા હોય છે
- નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિધ્ધ કરાશે
મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી
ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા તેમને મળતા આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને એલ.ટી.સી. બ્લોક-૨૦૨૦-૨૩ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.
પાંચ લાખ કર્મચારીઓને મળશે લાભ
રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો—– VADODARA : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાનું નેતૃત્વ કર્યું, હજારોની જનમેદની જોડાઇ