Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

CM Japan Visit: : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે JBICના ચેરમેન સાથે યોજી બેઠક

08:03 PM Nov 27, 2023 | Vipul Pandya

જાપાન બેન્ક ફોર ઈન્ટરનેશનલ કોર્પોરેશન-જે.બી.આઈ.સી.ના ચેરમેન સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતમાં ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસની સરળતાથી વિદેશી રોકાણો માટે ભારત આવવું સુગમ બન્યું છેઃ મુખ્યમંત્રી

ધોલેરા એસ.આઈ.આર. એ જાપાનીઝ રોકાણકારો માટે ફોકસનો એરિયા છે : જે.બી.આઈ.સી. ચેરમેન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે વિવિધ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન અને ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન્સ સાથે બેઠકોનો દૌર કર્યો હતો. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જાપાન બેન્ક ફોર ઈન્ટરનેશનલ કો-ઓપરેશનના ચેરમેન ટડાશી મેઈડા, ગવર્નર હયાશી નોબુમિત્સુ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે.બી.આઈ.સી. અને ગુજરાત ઘણા સમયથી સહયોગી રહ્યા છે તેની વિગતો આપી. જે.બી.આઈ.સી.ના ચેરમેને મુખ્યમંત્રી અને ડેલિગેશનનું સ્વાગત કર્યું હતું અને જે.બી.આઈ.સી.ના રોકાણ સાથે નિપ્પોન સ્ટીલ સહિતના ભારતમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સની ચર્ચા કરી હતી.

ધોલેરા એસ.આઈ.આર.એ જાપાનીઝ રોકાણકારો માટે ફોકસનો એરિયા

ભારત સાથેની સહભાગીતાનો ઉલ્લેખ કરતા ચેરમેને કહ્યું કે જે.બી.આઈ.સી. માત્ર હાઈસ્પીડ રેલને જ નહીં, પણ ગ્રીન એમોનિયા, ગ્રીન હાઈડ્રોજન, વગેરે સેક્ટર્સને પણ ખૂબ મહત્વ આપી રહ્યું છે. ભારત સાથેની સહભાગીતાનો જાપાનીઝ કંપનીઓને ઘણો લાભ મળી રહ્યો છે. ધોલેરા એસ.આઈ.આર.એ જાપાનીઝ રોકાણકારો માટે ફોકસનો એરિયા છે અને તે માટે 2024ની વાઈબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાત સરકાર સાથે કામ કરવા તેઓ ઉત્સુક છે, એવું પણ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા બદલ જે.બી.આઈ.સી.નો આભાર

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં દેશમાં ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેસની સરળતાને કારણે વિદેશી રોકાણો માટે ભારત આવવું સુગમ બન્યું છે. ભૂપેન્દ્ર પટેલે ભારત અને ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા બદલ જે.બી.આઈ.સી.નો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પણ આ તકે જે.બી.આઈ.સી.ને પાઠવ્યું હતું. આ બેઠકમાં જાપાન ખાતેના ભારતીય રાજદૂત સીબ્બી જ્યોર્જ અને મુખ્ય સચિવ રાજકુમાર સહિત ડેલિગેશનના સભ્યો જોડાયા હતા.

આ પણ વાંચો—-CM JAPAN VISIT : ટોકિયો ગવર્નર સુશ્રી કોઈકે યુરિકોને વાઈબ્રન્ટ સમિટમાં જોડાવા આમંત્રણ