Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPL 2022ની હરાજીમાં ચેતન સાકરિયાની 4.20 કરોડમાં લાગી બોલી, પરિવારમાં હરખ

11:05 PM Apr 14, 2023 | Vipul Pandya

ભાવનગરના
નાના વરતેજ ગામમાં રહીને ક્રિકેટની રમતમાં આગળ વધવાનું સપનું સાકાર કરવા
નીકળેલા ચેતન સાકરિયાને  
2022માં રમાનાર IPLની બોલાયેલી
બોલીમાં દિલ્હીની ટીમે
4.20 કરોડ રૂપિયામાં ખરીદતા તેના પરિવારજનો
અને કોળી સમાજમાં આનંદનો માહોલ છવાયો છે. ચેતનના પિતાનું ગત વર્ષે કોરોનામાં મૃત્યું
નિપજ્યું હતું અને તેમના નાના ભાઈએ આપઘાત કરી લીધો હતો. જો કે ચેતન આ આઘાતમાંથી
બહાર નીકળ્યો અને હતાશ થયા વગર ક્રિકેટની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. જેના પરિણામે હવે
ચેતનને આઈપીએલમાં તક મળતા ગુજરાતનું ગૌરવ વધારી દીધું છે.


ભાવનગરના વરતેજ ગામના અને સામાન્ય પરિવારમાંથી આવતા સાકરિયા પરિવારનો ચેતન
બાળપણથી ક્રિકેટનો ભારે શોખીન છે.
ચેતને ભાવનગરની
બી.એમ. હાઈસ્કૂલમાં
11 અને 12 સાયન્સમાં
અભ્યાસ કર્યો છે. અંડર
16 માં પસંદ થયો અને અભ્યાસની સાથે રમતને પ્રાધાન્ય આપ્યું. ચેતનના પિતા સામાન્ય
ટેમ્પો ચાલક હતા. આર્થિક તંગીના કારણે ક્રિકેટનું સપનું સપનું જ રહી જાય તેવા
સંજોગો ઊભા થયા હતા. લોકડાઉનમાં આર્થિક સ્થિતિ કથળતા ચેતનના પિતાએ ટેમ્પો વેચીને
મજૂરી કામ શરૂ કર્યું હતું. ચેતનાના પરિવારમાં તેઓ બે ભાઈ અને
1 બહેન છે.
પરંતુ ગતવર્ષે  ચેતનના નાના ભાઈએ કોઈ કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવાર માથે
આભ તૂટી પડ્યું હતું. 



ચેતન IPLમાં રમતો હતો તે સમયે તેના પિતાનું કોરોનાથી
અવસાન થયું હતું. પરિવાર પર એકસાથે 2 વ્યક્તિના જવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું
હતું. પરિવારની જવાબદારી ચેતન પર આવી પડી હતી. ત્યારે ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ
ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ
, અહીંથી ચેતને
પાછું વળીને નથી જોયું. ચેતન તેના પરિવાર માટે રાતોરાત આધારસ્તંભ બન્યો. અને હવે
ભારતીય ટીમમાં સ્થાન મળતા તેના પરિવારમાં આનંદ છવાયો છે.