- ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત કાર્યવાહી અવિરત
- લક્ષ્મી ગૃહ ઉદ્યોગ નામની મીની ફેકટરી ઝડપાઈ
- 91 કિલો ઘી જપ્ત કરાયું, નમૂના લેબમાં મોકલાયા
Jamnagar: જામનગરમાં અત્યારે અનેક જગ્યા ફુડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તહેવારોના દિવસોમાં અત્યારે લોકો મોટી સંખ્યામાં ખરીદી કરતા હોય છે, જેથી ખાદ્ય પદાર્થોમાં કોઈ ભેળસેળવાળું ઝડપાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહીં છે. જામનગર (Jamnagar) મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે, અત્યારે ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત શહેરમાં કાર્યવાહી કરવામાં આવી રહીં છે.
લક્ષ્મી ગૃહ ઉદ્યોગ નામથી ચાલતી હતી મીની ફેક્ટરી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, જામનગરના નાઘેડી વિસ્તારમાંથી નકલી ઘીની એક ફેક્ટરી ઝડપાઈ છે. લક્ષ્મી ગૃહ ઉદ્યોગ નામથી મીની ફેક્ટરી ચાલતી હતી. જેમાં નકલી ઘી બનતું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ફૂડ વિભાગે અત્યારે 91 કિલો ઘી જપ્ત કર્યુ છે અને તેની ચકાસણી માટે નમૂના લેબમાં મુકવામાં આવ્યાં છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ફૂડ વિભાગ દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહીં છે.
આ પણ વાંચો: રાજ્યના અનેક વિસ્તારોમાં થયો ધોધમાર વરસાદ, ધરતીપુત્રોના તૈયાર ભાણા પર ફરી વળ્યું વરસાદી પાણી
તહેવારોને અનુલક્ષી ફૂડ વિભાગ દ્વારા સતત ચેકીંગ
મળતી જાણકારી પ્રમાણે 14 રેસ્ટોરેન્ટમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યાં છે અને તેની તપાસ માટે લેબમાં મુકવામાં આવ્યાં છે. તહેવારોને અનુલક્ષી ફૂડ વિભાગ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. કારણે કે, તહેવારોની દિવસોમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ વધી જાય છે. ખાદ્ય પદાર્થોના નમૂના વડોદરા ખાતે લેબમાં મોકલાયા છે. જ્યા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જોકે, મહત્વની વાત એ છે કે, ફૂડ વિભાગના દરોડાને પગલે ભેળસેળિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે જે ડર હોવો પણ જોઈએ. આખરે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા લોકો સામે કાર્યવાહી થવી જ જોઈએ.
આ પણ વાંચો: Morbi: હત્યાનો ભેદ ઉકેલાયો, યુવતીના સંબંઘીઓ પહેલા યુવકનું અપહરણ કર્યું અને પછી…