Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વ્હોરાના હજીરા પાસે લાખોની રોકડ સાથે કાર જપ્ત, IT વિભાગ પણ તપાસમાં જોડાયો

09:20 PM Apr 14, 2023 | Vipul Pandya

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Elections 2022) કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે રાજ્યમાં રોકડની હેરફેરને લઈને ચૂંટણીપંચ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે જામનગર શહેરના વ્હોરાના હજીરા પાસે લાખોની રોકડ સાથે કાર ઝડપાઈ છે. કારની તપાસ દરમિયાન રૂ. 25 લાખની રોકડ મળી આવી છે. હાલ આ મામલે કાર્યવાહી ચાલી રહી છે અને તપાસમાં આવકવેરા વિભાગ પણ જોડાયું છે.

કારમાં 25 લાખ સાથે 3 ઝડપાયા
રાજ્યમાં આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે ત્યારે રૂ. 50,000 થી વધુની રોકડની હેરાફેરી પર જરૂરી આધાર પુરાવા આપવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે ત્યારે જામનગર (Jamnagar) શહેરના વ્હોરાના હજીરા ખાતે આવેલી ચેક પોસ્ટ પર બુધવારે રાત્રીના દસેક વાગ્યા આસપાસ પસાર થતી એક કારને આંતરી લેવામાં આવી હતી. રાજકોટ પાસિંગની આ કારમાં સવાર ત્રણ શખ્સો પાસેથી રૂ. 25 લાખ રોકડા મળી આવ્યા હતા.

ચૂંટણીપંચ, પોલીસ અને આવકવેરા વિભાગ તપાસ કરશે
સુત્રો અનુસાર આ લોકો ભારત સ્વપ્ન નામની કંપની સાથે સંકળાયેલા છે અને કંપનીના જ આ રૂપિયા છે પરંતુ ઘટના સ્થળે તેઓ આ રૂપિયાના આધાર પુરાવા આપી શક્યા નહી હોવાથી જામનગર ઉત્તર બેઠકના ઓબ્ઝર્વરની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ મામલતદાર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આ રોકડ કબજે કરવામાં આવી છે અને તેની સંપૂર્ણ ખરાઈ માટે ઇન્કમ ટેક્સ (Income Tax Department) ઓફિસને જાણ કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.