- મંગળવારે તેજી સાથે માર્કેટ થયુ ઓપન
- સોમવારે બોલાયો હતો જબરદસ્ત કડાકો
- આજે માર્કેટ લાલ નિશાનમાં થયુ બંધ
Share market : શરૂઆતના ટ્રેડિંગમાં શાનદાર ઉછાળા બાદ શેરબજાર રિકવરી મોડમાં હતું, પરંતુ હવે ઘટાડો ફરી પ્રબળ બન્યો છે. સેન્સેક્સ 136 પોઈન્ટ ઘટીને 78,593 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 63 પોઈન્ટ ઘટીને 23,992ના સ્તરે બંધ થયો. દિવસના કારોબાર દરમિયાન, સેન્સેક્સ 1100 પોઈન્ટ વધીને 79700ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટ ઉછળ્યો હતો. આ સિવાય BSE માર્કેટ કેપમાં રૂ.7 લાખ કરોડનો વધારો થયો હતો. જોકે હવે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
નિફ્ટીમાં 270 પોઈન્ટનો ઘટાડો થયો
મંગળવારે સવારે સેન્સેક્સ 78,981.97 પર ખુલ્યો હતો અને દિવસની સૌથી ઊંચી સપાટી 79,852.08 પોઈન્ટ હતી. બેંક નિફ્ટીમાં 270 પોઈન્ટનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં શેરબજારમાં તેના દિવસના ઉચ્ચ સ્તરેથી જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 1200 પોઈન્ટથી વધુ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટથી વધુ તૂટ્યો છે.
આ પણ વાંચો –Share market:ઘટાડા બાદ શેરબજારમાં રિકવરી,સેન્સેક્સ 963 પોઈન્ટનો ઉછાળો
1,511 શેર ઘટ્યા હતા
બીએસઈના ટોચના 30 શેરોમાંથી 19 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 11 શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થયા હતા. સૌથી વધુ વધારો JSW સ્ટીલના શેરમાં 3 ટકા થયો છે. NSEના 2,767 શેરોમાંથી 1,165 શેરો વધી રહ્યા છે અને 1,511 શેરો ઘટાડા પર ટ્રેડ કરી રહ્યાં છે. 70 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે અને 36 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે છે.
આ પણ વાંચો –AXE પરફ્યુમથી નજીક ન આવી યુવતીઓ તો કર્યો કેસ, યુવકે કહ્યું- 7 વર્ષ પછી પણ પ્રોડક્ટ બેઅસર
આ 10 શેરો ઘટાડા નોંધાયો
બાંગ્લાદેશ સંકટને કારણે મેરિકોનો શેર 5.57 ટકા ઘટીને રૂ. 634 થયો હતો. અદાણી ગ્રીન સોલ્યુશનનો શેર 3.24 ટકા ઘટીને રૂ. 1,121 પર છે. પાવર ફિન કોપનો શેર 3.30 ટકા ઘટીને રૂ. 481 પર હતો. આ સિવાય એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ 4 ટકા, ઈન્ડિયન બેન્ક 3 ટકા, બીએસઈ 2.65 ટકા, કોચીન શિપયાર્ડ 5 ટકા, મેંગલોર રિફાઈનરી 3 ટકા, જેએમબી ઓટો 2.89 ટકા અને એનએલસી ઈન્ડિયા 2.94 ટકા ઘટ્યા છે.
આ પણ વાંચો –Bangladesh સંકટથી આ કંપનીઓના શેર્સ પર ખતરો….
આ ક્ષેત્રોમાં વેચાણ
એફએમસીજી, રિયલ્ટી, આઈટી, મેટલ અને મીડિયા સિવાય, હેલ્થકેર, ઓટો અને ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટરમાં ઘટાડો પ્રભુત્વ ધરાવે છે. નાણાકીય સેવા ક્ષેત્રમાં 1.28 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.