+

તત્કાલ ટિકિટ માટે કયા સમયે IRCTC પર લોગિન કરવું જોઈએ?

સવારે 9.57 કલાકે IRCTC માં લોગિન કરવું જોઈએ સવારે 10.57 ની આસપાસ IRCTC માં લોગિન કરવું જોઈએ અયોગ્ય સમયે લોગિનથી વેઇટલિસ્ટ ટિકિટ મળે છે IRCTC Tatkal Ticket booking: તહેવારના સમયગાળામાં…
  • સવારે 9.57 કલાકે IRCTC માં લોગિન કરવું જોઈએ

  • સવારે 10.57 ની આસપાસ IRCTC માં લોગિન કરવું જોઈએ

  • અયોગ્ય સમયે લોગિનથી વેઇટલિસ્ટ ટિકિટ મળે છે

IRCTC Tatkal Ticket booking: તહેવારના સમયગાળામાં મુસાફરી માટે સરકારી વાહનોમાં ટિકટ મેળવી ઘણી મુશ્કેલ સાબિત થતી હોય છે. તેમાં પણ ખાસ કરીને Train માં ટિકિટ મેળવવી સરળતાની રીતે ખુબ જ પડકારજનક હોય છે. કારણ કે… Train માં 1000 ની સીટ સામે 10,000 હજાર યાત્રીઓ હોય છે. ત્યારે આવા સંજોગોમાં મુસાફર તત્કાલ કોટામાં Ticket booking કરવાનું પસંદ કરે છે. પરંતુ એક સમયે 100 મુસાફર એકસાથે Ticket booking કરે છે, ત્યારે તેમાંથી મહ્દઅંશે 10 મુસાફરને જ ટિકિટ મળતી હોય છે.

સવારે 9.57 કલાકે IRCTC માં લોગિન કરવું જોઈએ

જોકે આ સમસ્યાનું કારણ મુસાફર તત્કાલ સમયે નાની-મોટી ભૂલને કારણે અથવા સમયમર્યાદાને ધ્યાનમાં ન રાખતા આવી મુશ્કેલીઓ આવે છે. ત્યારે તત્કાલમાં Ticket booking કરવા માટે સૌથી મહત્વની બાબત એ હોય છે કે, સમય ચૂકવો ના જોઈએ. જો મુસાફર નક્કી કરેલા સમયે Ticket booking કરાવે છે, તો તેમને ચોક્કસ ટિકિટ મળે છે. જોકે Train માં તત્કાલ Ticket booking કરવા માટે સૌ પ્રથમ IRCTC પર લોગિન કરવું પડશે. અને તત્કાલ Ticket booking કરાવતા સમયે યોગ્ય ઈન્ટરનેટ હોવું અનિવાર્ય છે.

આ પણ વાંચો: Stock Market: શરબજારમાં તૂફાની તેજી, સેન્સેક્સમાં 1300 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

સવારે 10.57 ની આસપાસ IRCTC માં લોગિન કરવું જોઈએ

Train ના એસી કોચ માટે તત્કાલ ટિકિટ સવારે 10 કલાકે શરું થાય છે. અને સવારે 11 કલાકે સ્લીપર કોચ માટે Ticket booking શરું થાય છે. પરંતુ માત્ર 5 થી 7 મિનિટની અંદર તત્કાલ ટિકિટનો કોટા બુક થઈ જાય છે. ત્યારે સવારે 9.57 કલાકે IRCTC માં લોગિન કરવું જોઈએ. જેથી એસી કોચ માટે Ticket booking માં સમય બચી શકે છે. તો સ્પીલપ કોચ માટે સવારે 10.57 ની આસપાસ IRCTC માં લોગિન કરવું જોઈએ. જોકે અમુક મુસાફર તત્કાલ ટિકિટ માટે IRCTC પર 15 મિનિટ પહેલા લોગિન કરતા હોય છે.

અયોગ્ય સમયે લોગિનથી વેઇટલિસ્ટ ટિકિટ મળે છે

પરંતુ 15 મિનિટ સુધી કોઈ પણ Ticket booking ના કરાવતા, સર્વર પોતાની રીતે IRCTC પર લોગિન સમય એક્સપાયર કરી મૂકે છે. તેના કારણે ફરીથી IRCTC લોગિન કરવામાં સમય લાગે છે. તેના કારણે મુસાફર તત્કાલ ટિકિટ કોટામાં Ticket booking કરવા પર અસફળ સાબિત થાય છે. તત્કાલ Ticket bookingના સમયની આ રમતમાં એક નાની ભૂલ મોટી વાત બની જાય છે અને અયોગ્ય સમયે લોગિનને કારણે, તમને વેઇટલિસ્ટ ટિકિટ મળે છે.

આ પણ વાંચો: આ રાજ્ય સરકારે 50 લાખ રૂપિયાની લોન શૂન્ય વ્યાજ દર સાથે કરી જાહેર

Whatsapp share
facebook twitter