Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લીલા નિશાન પર ખુલેલા શેરબજારમાં બંધ થતા રોકાણકારોના જીવ અધ્ધર, Sensex માં 27.43 પોઈન્ટનો ઘટાડો

05:13 PM Jul 11, 2024 | Aviraj Bagda

Shate Market Update: આજરોજ ઉતાર-ચડાવ થઈ રહેલા ભારતીય Share Market માં BSE Sensex અને Nifty માં ન્યુનત્તમ ઘટાડો જોવા મળ્યો છે. તે ઉપરાંત Share માં ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારે આજરોજ રોકાણકારોની સંપતિમાં વધારો થઈને 1.27 લાખ કરોડની સપાટીએ પહોંચી ગઈ છે. તો BSE Mid Cap અને Small Cap માં ક્રમશ: 0.34 % અને 0.57% નો વધારો આવ્યો છે. આજના કારોબારમાં સૌથી વધુ Oil And Gas, Energy અને Consumer Durables Shares માં વધારો જોવા મળ્યો છે.

  • ITC Share ની કિંમતમાં 1.64% નો વધારો

  • Bajaj Finance ના Share માં 1.18% નો ઘટાડો

  • 112 ઉતાર-ચડાવ સાથે બંધ થયા હતાં

ત્યારે આજરોજ BSE Sensex 27.43 ના પોઈન્ટના ઘટાડા સાથે 79,897.34 ની સપાટીએ પહોંચ્યો હતો. તો NSE Nifty માં 8.50 પોઈન્ટના ઘટાડા સાથે 24,315.95 ની સપાટીએ બંધ થયો હતો. ત્યારે આજરોજ BSE Company નાShare ની કુલ કિંમત 451.32 લાખ કરોડ હતી. જોકે 10 જુલાઈના રોજ આ કુલ કિંમત 450.05 લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી. તો આજરોજ BSE Sensex ના 30Share માંથી 16 Share માં વધારો આવ્યો છે. તેમાં પણ સૌથી વધારે ITC Share ની કિંમતમાં 1.64% નો વધારો આવ્યો હતો.

Stock market highlights 11th July 2024

Bajaj Finance નાShare માં 1.18% નો ઘટાડો

ત્યારબાદ Tata Motors, Asian Paints, SBI અને Titan નાShare માં ક્રમશ: 0.84% થી 1.52% નો વધારો નોંધાયો હતો. તો BSE Sensex ના બાકીના 14 Share માં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો. તેમાં પણ સૌથી વધુ ઘટાડો Bajaj Finance ના Share માં 1.18% નો ઘટાડો આવ્યો હતો. તે ઉપરાંત M&M, NTPC, Nestle India અને Power Grid ના Share માં 0.95% થી 1.24% નો ઘટાડો નોંધાયો છે.

112 ઉતાર-ચડાવ સાથે બંધ થયા હતાં

તે ઉપરાંત BSE Company ના તમામ Share પૈકી મોટાભાગના Share માં વધારો આવ્યો હતો. ત્યારે આજરોજ BSE ના કુલ 4023Share કારોબાર કરતા જોવા મળ્યા હતાં. તે પૈકી BSE ના કુલ 2181 Share માં વધારો નોંધાયો છે. તો બીજી તરફ કુલ 1730Share માં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. તો બાકીના 112 ઉતાર-ચડાવ સાથે બંધ થયા હતાં.

આ પણ વાંચો: SHARE MARKET: શેરબજારમાં હરિયાળી, IT અને ઓટોમાં ઉછાળો