Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આવી તેજી, દિવાળીમાં બમ્પર વેપારની બંધાઇ આશા

02:31 PM Aug 21, 2023 | Vishal Dave

સુરત શહેર વર્ષોથી ટેકસટાઇલ વ્યવસાયને કારણે સિલ્ક સિટી તરીકે ઓળખાય છે. સિલ્ક સિટી નો ઝાંખપ છેલ્લા કેટલાય સમયથી ચાલી ગઈ હતી, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ટેકસટાઇલ વ્યાપાર મંદીના વમળોમાં ઘેરાયેલો હતો. હવે શ્રાવણ માસ આવતાની સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ છે. તહેવારોની મોસમને કારણે હવે ધીમે ધીમે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેજીનો માહોલથી હવે વેપારીઓ પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે

એક મહિના પહેલા સુરતના ટેક્સટાઇલ માર્કેટ દ્વારા રોજનો 60 ટ્રક માલ ડિસ્પેચ થતો હતો.. હાલ રોજિંદી 120 ટ્રક માલ ડિસ્પેચ થાય છે…હાલ એક્સપોર્ટમાં કન્ટેનરની સંખ્યા વધી છે. આંગડિયા થકી માલ સપ્લાયના જથ્થામાં વધારો થયો છે. ટ્રેન મારફતે જતા પાર્સલની સંખ્યા વધી છે.. એકંદરે બધું મળી 200 ટ્રક માલ ડિસ્પેચ થઈ રહ્યો છે.. સુરત શહેરમાંથી વિવિધ રાજ્યોમાં સાડી, ડ્રેસ મટીરીયલ ઉપરાંત અનેક ગારમેન્ટની વસ્તુઓ મોકલવામાં આવે છે

સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને હાલ જે પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. વેપારીઓ હલને ટ્રેન્ડ ને સારો ગણાવી રહ્યા છે, ત્યારે આ પ્રકારનો ટ્રેન્ડ જો આગામી દિવસોમાં જોવા મળશે તો આગામી દિવાળી બમ્પર વ્યાપારની આશા વેપારીઓ સેવી રહ્યા છે. કે પ્રકારે હાલ વેપારમાં પોઝિટિવ વાતાવરણ જોવા મળી રહ્યું છે તે વાતાવરણ દિવાળી સુધી યથાવત રહે તેવી આશા સેવાઈ રહી છે.

એક પછી એક સમસ્યાઓને કારણે ટેકસટાઇલ ઉદ્યોગ મંદીના વમળોમાં સપડાયો હતો. આ ટેકસટાઇલ ઉદ્યોગમાં છેલ્લા કેટલાય સમયથી આવતી સિઝનોમાં યોગ્ય વેપાર નહતો મળી રહ્યો. પરંતુ હવે ટેકસટાઇલ ઉદ્યોગમાં તેજી આવતા વેપારીઓને થોડી આશા બંધાઈ છે. છેલ્લા થોડા સમયથી થયેલી નુકશાની ને ભરપાઈ કરવાનો સમય વેપારીઓ શોધો રહ્યા હતા, હવે આ તેજીનો સમય આવતા વેપારીઓ વધુ વેપાર કરી નુકશાની ની ભરપાઈ થશે તેવી આશા સેવી રહ્યા છે