Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Elon Musk : “હવે મારી કંપનીઓ ભારતમાં….!”

07:57 AM Jun 08, 2024 | Vipul Pandya

Elon Musk : અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે (Elon Musk) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મસ્કે કહ્યું કે તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા ઉત્સુક છે.

મારી કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર

મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે નરેન્દ્ર મોદી, વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન. મારી કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર છે.

મોદીના નેતૃત્વમાં NDAએ 543 લોકસભા સીટોમાંથી 293 સીટો જીતી

આ પહેલા શુક્રવારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. આ દરમિયાન રાષ્ટ્રપતિએ મોદીને વડાપ્રધાન પદ માટે નોમિનેટ કર્યા હતા. તેઓ રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા તૈયાર છે. મોદીના નેતૃત્વમાં NDAએ 543 લોકસભા સીટોમાંથી 293 સીટો જીતી છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી પહેલા મસ્કે ભારતની મુલાકાતની જાહેરાત કરી હતી. જોકે, બાદમાં તેણે પોતાનો ભારત પ્રવાસ સ્થગિત કરી દીધો હતો.

મસ્ક ગયા વર્ષે યુએસમાં પીએમ મોદીને મળ્યા હતા

ગયા વર્ષે જૂનમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા. એલોન મસ્ક તેમને ત્યાં મળ્યા હતા. આ દરમિયાન પોતાને મોદીના પ્રશંસક ગણાવતા મસ્કે કહ્યું હતું કે ટેસ્લા ભારતમાં રોકાણ કરશે. ટેસ્લા કંપનીએ ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે તે $24,000ની કિંમતની EVsનું ઉત્પાદન કરવા માટે ભારતમાં ફેક્ટરી ખોલવામાં રસ ધરાવે છે.

ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે તો રાહતો પર વિચાર કરવામાં આવશે

એલોન મસ્કે 2019ની શરૂઆતમાં ભારતમાં રોકાણ કરવા માટે સૌપ્રથમ રસ દર્શાવ્યો હતો. જો કે, તેમણે ઊંચા આયાત કર અંગે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ ભારત સરકાર સ્પષ્ટપણે કહે છે કે જો ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે તો રાહતો પર વિચાર કરવામાં આવશે. સરકારે ટેસ્લાને ભારતમાં ચીની બનાવટની કાર વેચવાની પરવાનગી આપી નથી. સરકારે એલોન મસ્કની કંપનીને દેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા કહ્યું હતું જેથી સ્થાનિક વેચાણ અને નિકાસ માટે ઉત્પાદન કરી શકાય.

આ પણ વાંચો—- Gautam Adani : ફરી એકવાર 100 અબજ ડોલરના ક્લબમાં સામેલ! જાણો નેટવર્થ

આ પણ વાંચો—- RBI : કોની સરકાર બનશે ? ની ચર્ચા વચ્ચે લોનધારકો માટે RBI નો મહત્ત્વનો નિર્ણય

આ પણ વાંચો– Share Market Highlights: Sensex માં સતત બીજા દિવસે જૂન મહિનાનો રોકોર્ડ બ્રેક ઉછાળો નોંધાયો