- વીકેન્ડ કા વારમાં સલમાન ખાનના આવવા પર સસ્પેન્સ?
- સુરક્ષા વધારીને પણ “વીકેન્ડ કા વાર” માં સલમાન ખાન ઘરના સભ્યોની ક્લાસ લેશે!
- જાનથી મારી નાખવાની ધમકી વચ્ચે બિગ બોસ હોસ્ટ કરવા સલમાન ખાન આવશે
Bigg Boss : મુંબઈમાં બાબા સિદ્દીકીની સરાજાહેર હત્યા કર્યા બાદ બોલિવૂડના ભાઈજાન કહેવાતા સલમાન ખાન (Salman Khan) પર હુમલો કરવાની ધમકી મળી છે. આ ઘટના બાદથી જ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ ટીવીનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 18 હાલના દિવસોમાં ચર્ચામાં છે. શોને લગતા તમામ નાના-મોટા સમાચાર ન્યૂઝ માર્કેટમાં ઉપલબ્ધ હશે. જો કે હવે શોને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. એવી ઘણી અફવાઓ ચાલી રહી છે કે, સલમાન ખાન આ વખતે બિગ બોસ 18માં ‘વીકેન્ડ કા વાર’ હોસ્ટ નહીં કરે, પરંતુ એવું નથી. જીહા, સલમાન ખાન આ ‘વીકેન્ડ કા વાર’માં પણ ઘરના સભ્યોની ક્લાસ લેતા જોવા મળશે.
સલમાન વીકેન્ડ કા વાર હોસ્ટ કરશે કે પછી…?
સૂત્રોની માનીએ તો સલમાન ખાન આ વખતે પણ “બિગ બોસ” શોના “વીકેન્ડ કા વાર” હોસ્ટ કરતા જોવા મળશે. સલમાન છેલ્લા ઘણા વર્ષોથી આ શોના હોસ્ટ તરીકે જોવા મળ્યા છે અને આ સીઝનમાં પણ તે જ પોતાની હોસ્ટિંગની શૈલીમાં કન્ટેસ્ટન્ટ્સ સાથે વાતચીત અને સલાહ આપતા જોવા મળશે. વાસ્તવમાં બાબા સિદ્દીકી મર્ડર કેસ બાદથી સલમાન ખાનની સુરક્ષાને લઈને તણાવ વધી ગયો છે. બાબાને ગોળી મારતાની સાથે જ સલમાન ખાન તેને મળવા માટે સેટ પરથી નીકળી ગયો હતો, પરંતુ પોલીસે સુરક્ષાના કારણોસર અભિનેતાને બાબાને ન મળવાની સલાહ આપી હતી. જો કે, જ્યારે ભાઈજાન પોતાની જાતને કાબૂમાં રાખી શક્યા નહોતા, તેઓ બાબાને મળવા હોસ્પિટલ ગયા હતા.
તે દરમિયાન સલમાન ખાનની સુરક્ષા ખૂબ જ કડક હતી. સલમાન ખાન કડક સુરક્ષા વચ્ચે બાબાના ઘરે જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન શેરા સલમાનનું ખૂબ ધ્યાન રાખતો હતો. જો કે, આ બધાની વચ્ચે, એવું સાંભળવામાં આવ્યું હતું કે સુરક્ષાના કારણોસર સલમાન ખાન આ વખતે પણ ‘વીકેન્ડ કા વાર’ હોસ્ટ નહીં કરે અને તેની જગ્યાએ ફરાહ ખાન પરિવારના સભ્યોની ક્લાસ લેતા જોવા મળશે, પરંતુ હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે, કે સલમાન ખાન ‘વીકેન્ડ કા વાર’માં જોવા મળશે.
યુઝર્સની પ્રતિક્રિયા
જણાવી દઈએ કે, આ સમાચારની માહિતી X એકાઉન્ટ બિગ બોસ દ્વારા શેર કરવામાં આવી છે જે બિગ બોસથી સંબંધિત અપડેટ્સ શેર કરે છે. ચાહકોને આ સમાચાર મળતા જ દરેક લોકો ખુશીથી ઉછળી પડ્યા હતા. આના પર બધાએ પોત-પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. તેના પર એક યુઝરે લખ્યું કે સલમાન બિગ બોસને હોસ્ટ કરશે અને સિકંદર માટે પણ શૂટિંગ કરશે. અન્ય એક યુઝરે લખ્યું કે સલમાન ખાન વિના બિગ બોસ અધૂરું છે. ત્રીજા યુઝરે લખ્યું કે સલમાન ભાઈ ફરી આવી રહ્યા છે. ચોથા યુઝરે લખ્યું કે હવે અસલી મજા આવશે. આ રીતે યુઝર્સ કોમેન્ટ કરીને પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત
લોરેન્સ બિશ્નોઈ ગેંગે જાનથી મારી નાખવાની ધમકી આપી
ઉલ્લેખનીય છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં સલમાન ખાનને Y + સુરક્ષા આપવામાં આવી છે અને હવે બાબાની હત્યા બાદ ભાઈજાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો: Salman Khan એ બિશ્નોઈ ગેંગને વળતી ધમકી આપવી જોઈએ : RGV