સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થતા ફોટા અને માહિતી ઘણીવાર ખરાબ રીતે પ્રસ્તુત કરવામાં આવે છે. જેમા દૂર દૂર સુધી કોઇ સચ્ચાઈ હોતી નથી. પણ આ ફોટા તમને થોડીવાર માટે ચોંકાવી દેતા હોય છે કારણ કે તે રીયલ લાગતા હોય છે. તાજેતરમાં કથાવાચક અનિરુદ્ધ આચાર્ય અને સલમાન ખાન (Anirudh Acharya and Salman Khan) ની એક તસવીર વાયરલ (Photo Viral) થઇ રહી છે જેમાં આનિરુદ્ધ આચાર્ય સલમાન ખાનના પગને સ્પર્શ કરતા જોવા મળી રહ્યા છે. યુઝર્સ આ તસવીરને સાચી માનીને શેર કરી રહ્યા છે. પણ શું આ તસવીર રીયલ છે? આવો જાણીએ આ આર્ટિકલમાં…
સોશિયલ મીડિયામાં વાયરલ તસવીર
કથાવાચક અનિરુદ્ધ આચાર્ય બિગ બોસ 18 ના ગ્રાન્ડ પ્રીમિયરમાં વિશેષ મહેમાન તરીકે આવ્યા હતા. આ દરમિયાન, તેમણે જાણીતા અભિનેતા સલમાન ખાનને શ્રીમદ ભગવદ્ ગીતા ભેટ આપી અને શોના સ્પર્ધકોને તેમના આશીર્વાદ આપ્યા. બિગ બોસમાં વિશેષ મહેમાન તરીકે આવ્યા બાદથી તેમની એક તસવીર વાયરલ થઇ રહી છે જે ખૂબ જ ચોંકાવનારી છે. આ તસવીરમાં અનિરુદ્ધ આચાર્યને સલમાન ખાનના પગને સ્પર્શ કરતા જોઈ શકાય છે. આ તસવીરને લઈને યુઝર્સે વિવિધ પ્રતિસાદ આપ્યા છે, ઘણા લોકો આ તસવીરને સાચી માનીને શેર કરી રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી આ તસવીર એડિટ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. વાસ્તવિક તસવીરમાં બંને સાથે ઉભા છે, જેને એડિટ કરીને ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યા છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર Sabka Lebal Niklega એ વાયરલ પોસ્ટ (આર્કાઇવ લિંક) શેર કરી અને લખ્યું, ‘આ બધું શું જોવું પડી રહ્યું છે?’તેવી જ રીતે એક યુઝર મીનલ સુલતાને પણ આ ફોટો શેર કર્યો છે. આ ફોટો 9 ઓક્ટોબર, 2024ના રોજ શેર કરવામાં આવ્યો હતો અને તેમાં લખ્યું હતું, “મારા ભગવાન…”
Anirudh Acharya and Salman Khan
શો માં ગયા બાદ વિવાદ
જ્યારે અનિરુદ્ધાચાર્ય શોમાં ગયા ત્યારે ઘણો હોબાળો થયો હતો. ઘણાને તેમનું રિયાલિટી શોમાં જવું પસંદ નહોતું આવ્યું. ભારે વિવાદ બાદ અનિરુદ્ધાચાર્યે પોતાના ભક્તોની માફી માંગી. તેમણે કહ્યું કે, તે ગીતા અને સનાતન ધર્મના પ્રચાર માટે શોમાં ગયા હતા. પરંતુ બાબાજીના શોમાં જતા વધુ એક વિવાદ ઉભો થયો છે. એક વ્યક્તિએ અનિરુદ્ધાચાર્યના ફોટા સાથે છેડછાડ કરી છે. આ વ્યક્તિએ એક નકલી ફોટો બનાવ્યો જેમાં અનિરુદ્ધાચાર્યને બિગ બોસના સેટ પર સલમાન ખાનના પગને સ્પર્શ કરતા બતાવવામાં આવ્યા હતા. ઈન્ટરનેટ પર આ ફોટો જોઈને તેમના ભક્તો ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. જોકે, પોલીસે ફોટોગ્રાફ સાથે ચેડા કરનાર આરોપીની ધરપકડ કરી છે. અનિરુદ્ધાચાર્યના ઈન્સ્ટા હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે. નકલી ફોટાની સાથે તે બનાવનાર આરોપીનો ફોટો પણ દર્શાવવામાં આવ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદે આભાર માન્યો
આરોપીનું નામ મોહમ્મદ આસિફ અલી જણાવવામાં આવ્યું છે. જે ચિલ્હારી ગામનો રહેવાસી છે. આરોપ છે કે વ્યક્તિએ અનિરુદ્ધાચાર્યની છબીને કલંકિત કરી છે અને સમાજમાં નફરત ફેલાવી છે. કેપ્શનમાં લખ્યું છે – પૂજ્ય મહારાજ જીનું અપમાન કરવાના ઈરાદાથી ફોટો સાથે છેડછાડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા અને લોકોમાં અવ્યવહારુ, અભદ્ર અને ખોટી અફવાઓ ફેલાવીને તેમને ગેરમાર્ગે દોર્યા હતા. આરોપીઓને પાઠ ભણાવવાની હિંમતભરી કાર્યવાહી માટે અને ચાચાઉ પોલીસ સ્ટેશનના અધિક્ષકની પ્રશંસનીય કાર્યવાહી માટે વિશ્વ હિન્દુ પરિષદે ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
આ પણ વાંચો: હિન્દી ફિલ્મના આ જાણીતા અભિનેતાએ પકડી રાજનીતિની રાહ, આ પાર્ટીમાં જોડાયા