Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોંગ્રેસની હાર પર Sanjay Rautનું ચોંકાવનારું નિવેદન..કોંગ્રેસને સત્તાની લાલચ આવી ગઇ હતી

12:45 PM Oct 09, 2024 |
  • હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતનું મોટું નિવેદન
  • હરિયાણામાં કોંગ્રેસની હાર દુર્ભાગ્યપૂર્ણ
  • સંજય રાઉતે કહ્યું- કોંગ્રેસ સત્તાના લોભમાં આવી ગઈ
  • કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા માંગતી હોય તો સ્પષ્ટ કરોઃ રાઉત
  • રાઉતે ભાજપના વખાણ કર્યા

Sanjay Raut : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે (Sanjay Raut)મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હરિયાણા ચૂંટણીના પરિણામોમાંથી ઘણું શીખવા જેવું છે. તેમણે કહ્યું કે હરિયાણામાં કોંગ્રેસની હાર દુર્ભાગ્યપૂર્ણ છે. જોકે, હરિયાણા ચૂંટણીના પરિણામોની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર કોઈ અસર નહીં થાય.

સંજય રાઉતે કહ્યું- કોંગ્રેસ સત્તાના લોભમાં આવી ગઈ

સંજય રાઉતે એમ પણ કહ્યું કે કોઈએ પોતાને કોઈનો મોટો ભાઈ ન સમજવો જોઈએ. રાઉતે વધુમાં કહ્યું કે હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધન બની શક્યું નથી. જો ઇન્ડિયા ગઠબંધન થયું હોત તો ફાયદો થયો હોત. કોંગ્રેસ પર કટાક્ષ કરતા રાઉતે કહ્યું કે હરિયાણામાં કોંગ્રેસને લાગ્યું કે તે આ ચૂંટણી એકલા હાથે જીતી શકશે. તેથી, તેણે પોતાની સત્તામાં કોઈને ભાગીદાર ન થવા દેવાના લોભને વશ થઈ ગઇ, જે તેના માટે ખોટું સાબિત થયું. જો ઇન્ડિયા ગઠબંધન થયું હોત તો ચિત્ર અલગ હોઈ શકે તેમ હતું.

આ પણ વાંચો–Haryana Election હાર્યા બાદ Rahul Gandhi ની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…

કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડવા માંગતી હોય તો સ્પષ્ટ કરોઃ રાઉત

રાઉતે કહ્યું કે જો કોંગ્રેસે મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવી હોય તો તે પોતાની ભૂમિકા રાખી શકે છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તાલમેલના અભાવને કારણે ગઠબંધન થઈ શક્યું નથી. લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન હતું.

રાઉતે ભાજપના વખાણ કર્યા

સંજય રાઉતે વધુમાં કહ્યું કે તેમનું માનવું છે કે હરિયાણામાં ભાજપે જે ચૂંટણી લડી છે તે ખૂબ જ સારી રીતે લડવામાં આવી છે અને ભાજપે આ ચૂંટણીમાં ખાસ કરીને હરિયાણામાં બતાવ્યું છે કે કેવી રીતે હારેલી રમત જીતવી. શિવસેનાના નેતાએ એમ પણ કહ્યું કે હરિયાણા તેમજ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ હતી અને બંને જગ્યાએ 90-90 બેઠકો છે. બંને રાજ્યોનું પોતાનું મહત્વ છે. જો એક રાજ્યમાં ભાજપ જીતશે તો બીજા રાજ્યમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સરકાર બનાવશે. PM મોદી અને અમિત શાહ દેશભરમાં અલગ-અલગ જઈને જે વાતો કહેતા હતા કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી, હવે જુઓ કલમ 370 હટાવ્યા પછી પણ તેઓ ત્યાં ચૂંટણી હારી ગયા.

આ પણ વાંચો—Haryana :”નામ…જલેબી બાઇ ” કામ થઇ ગયું BJPનું..જાણો માતુરામની જલેબીનો ભાવ