Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bhavangar: કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા અને પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

10:08 PM Oct 13, 2024 |
  1. નિમુબેન બાંભણીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામનો આભાર માન્યો
  2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું : ભાનુબેન બાબરીયા
  3. 07 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી

Bhavangar: વડાપ્રધાન નરેન્દ્રૃ મોદીના 23 વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની સમગ્ર રાજ્યમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે કેન્દ્રીય અન્ન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા તથા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ભાવનગર શહેર અને જિલ્લાના રૂપિયા 123.72 કરોડના 1156 કામોના વિવિધ જનસુખાકારીના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ બોટાદ જિલ્લાના રૂપિયા 44.12 કરોડના 748 વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની સફરને 23 વર્ષ પૂર્ણ થયા

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની શાસન ધૂરા સંભાળી ત્યારથી ‘નાગરિક પ્રથમ અભિગમ’ સાથે લોકાભિમુખ વહીવટને પ્રાધાન્ય આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની સફરને 23 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ થી નરેન્દ્ર મોદીએ છેવાડાના માનવીને સુખાકારીની યોજનાઓનો લાભ સીધો મળી રહે એવી વ્યવસ્થા કરી છે. વિકાસ સપ્તાહ અંતર્ગત ભાવનગર શહેર, જિલ્લા અને બોટાદ જિલ્લાના લોકોને આજે વિકાસના કામોની ભેટ મળી છે. તેમણે કહ્યું કે, ‘આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યનો અભૂતપૂર્વ વિકાસ થયો છે.’

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતમાં જળ સંચયના અવિભાજ્ય અંગ : CM મોહન યાદવ

07 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી

આ પ્રસંગે ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, ગુજરાત અને ભારતના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વનો લાભ મળ્યો છે. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી23 વર્ષ પૂર્વે વર્ષ 2001 માં 07 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી અત્યાર સુધીની 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા દર વર્ષે 07 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે, ત્યારે આપણે પણ રાષ્ટ્રના વિકાસ માટે સંકલ્પબદ્ધ બનીએ. ભાવનગર જિલ્લામાં વિકાસ સપ્તાહ અંર્તગત જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ કુલ- 44,665 લોકોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ ગ્રહણ કરીને આ વિકાસ યાત્રામાં સહભાગી બન્યા છે.

ભાવનગરના રૂપિયા 06.05 કરોડના લોકાર્પણના કામો થયા

જેમાં ભાવનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), ભાવનગરના રૂપિયા 06.05 કરોડના લોકાર્પણ અને રૂપિયા 35.35 કરોડનાં ખાતમુહુર્ત, ભાવનગર મહાનગરપાલિકાના રૂપિયા 36 કરોડના લોકાર્પણ અને રૂપિયા 23.87 કરોડના ખાતમુહુર્ત, સામાન્ય વહિવટ વિભાગ (આયોજન)ના રૂપિયા 08.91 કરોડનાં લોકાર્પણ અને રૂપિયા 13.10 કરોડનાં ખાતમુહુર્ત, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરીનાં રૂપિયા 10.16 કરોડના લોકાર્પણ અને રૂપિયા 09.32 કરોડના ખાતમુહુર્ત, પંચાયત, ગ્રામ ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગના રૂપિયા 05.4 કરોડનાં લોકાર્પણ અને રૂપિયા 03.20 કરોડનાં ખાતમુહુર્ત તેમજ ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના રૂપિયા 07.93 કરોડનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ‘સમગ્ર વિશ્વમાં નથી થયું તે કામ આજે ગુજરાતમાં થઈ રહ્યું છે’ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ

આ ઉપરાંત બોટાદ જિલ્લામાં કુલ 748 કામોના (287 ઇ-લોકાર્પણ અને 461 ઇ-ખાતમુહૂર્ત ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત રકમ રૂપિયા 44.12 કરોડના કામોમાં માર્ગ મકાન વિભાગના 21.45 કરોડના 09 કામો, સામાન્ય વહીવટ વિભાગના 13.75 કરોડના 478 કામો, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના 06.83 કરોડના 259 કામો, સિંચાઇ વિભાગના 01.55 કરોડનું એક કામ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 54 લાખના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનરે શાબ્દિક સ્વાગત કર્યું

આ તકે ભાવનગરના મેયર ભરતભાઇ બારડ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મ્યુનિસિપલ કમિશનર સુજીત કુમારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણી, ધારાસભ્યો સર્વ ગૌતમ ચૌહાણ, સેજલબેન પંડ્યા, જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર ડી. એમ. સોલંકી, રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અધિક કલેકટર ડી. એન. સતાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયબેન જરૂ, મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Gujarat: અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી, દેવ દિવાળી સુધી વરસાદ ગુજરાતને ધમરોળશે