- સુરત અને ભરૂચ પોલીસે પાર પાડ્યું સંયુક્ત ઓપરેશન
- પોલીસે 14 લાખ 10 હજારનું 141 ગ્રામ MD ડ્રગ્સ પણ કબજે કર્યો
- અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી માટે FSLમાં મોકલાયો
Bharuch: ભરૂચના અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. મળતી જાણકારી પ્રમાણે અવસર એન્ટરપ્રાઇઝમાંથી રૂપિયા 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. સુરત અને ભરૂચ પોલીસ (Bharuch Police)એ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું અને ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. સુરત અને ભરૂચ પોલીસે 14 લાખ 10 હજારનું 141 ગ્રામ MD ડ્રગ્સ પણ કબજે કર્યું છે. આ સાથે અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી માટે FSLમાં મોકલાયો છે.
આ પણ વાંચો: માવઠાના વરસાદે ખેડૂતોનો રોતા કર્યા, જુનાગઢના ખેડૂતોની હાલત બની દયનીય!
કંપની સંચાલક વિશાલ પટેલ સહીત અન્ય 2 લોકોની ધરપકડ
નોંધનીય છે કે, પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહીત અન્ય 2 લોકોની ધરપકડ કરી લીધી છે. જો કે, આ અવસર એન્ટરપ્રાઇઝ કંપનીનો માલિક વિદેશમાં હોવાની માહિતી મળી રહી છે. તેની સામે કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું છે. પરંતુ ગુજરાત પોલીસ દ્વારા અત્યારે ડ્રગ્ય સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહીં છે. અત્યાર સુધીમાં પોલીસે હજારો કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ પહેલા અંકલેશ્વરમાં આવેલી આવકાર ડ્રગ્સ કંપનીમાંથી રૂપિયા 25 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું.
આ પણ વાંચો: Junagadh જિલ્લામાં પ્રથમ વખત કોઈ મહિલા વિરુદ્ધ GUJCTOC હેઠળ ગુનો દાખલ
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સને લઇને પણ મોટુ નિવેદન
પોલીસ શહીદ સંભારણા દિવસના કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સને લઇને પણ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ એક જંગ લડી રહી છે. આ જંગને આગળ વધારતા સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે 2100 ગ્રામ જેટલું ડ્ર્ગ્સ પકડવામાં એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. સુરત (Surat) જિલ્લામાંથી આ ડ્રગ્સ પકડ્યા બાદ એની ટ્રેલ એટલે કે ભરૂચ જિલ્લા સુધી આ ઓપરેશન વધ્યું છે. અને સુરત પોલીસ દ્વારા આ કામગીરી ખુબ જ સફળતા પૂર્વક પાર પાડવામાં આવી છે.”
આ પણ વાંચો: Surat: પોલીસ શહીદ સંભારણા દિવસના કાર્યક્રમમાં Drugs ને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન