Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bharuch : હત્યા અને હત્યાનાં પ્રયાસમાં BJP અગ્રણીનાં પતિને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

11:10 PM Sep 21, 2024 |
  1. ભરૂચનાં (Bharuch) શક્તિનાથ વિસ્તારની ઘટના
  2. BJP અગ્રણીનો પતિ દોષી, આજીવન કેદની સજા
  3. મિત્રની હત્યા અને અન્ય મિત્રની હત્યાનાં પ્રયાસ હેઠળ દોષી

ભરૂચનાં (Bharuch) શક્તિનાથ વિસ્તારમાં 2 વર્ષ પૂર્વે નજીવી બાબતે સર્જાયેલા ધીંગાણુંમાં ભાજપ અગ્રણીનાં પતિએ પોતાનાં જ મિત્રને ચપ્પુનો ઘા મારી આંતરડા બહાર કાઢી નાખવાનાં મામલે એકનું મોત થયું હતું. જ્યારે, બીજા મિત્રને જાંઘનાં ભાગે ચપ્પુ મારી દેતા તેને પણ ઇજા થતાં, હત્યા અને હત્યાનાં પ્રયાસનાં ગુનામાં આખરે ભરૂચની કોર્ટે (Bharuch Court) આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચો – Junagadh : વધુ એક સિનિયર નેતાનો બળાપો! કહ્યું- જૂના અને વરિષ્ઠ કાર્યકરોને દબાવી..! જુઓ Video

ભાજપ અગ્રણીનો પતિ હત્યા અને હત્યાનાં પ્રયાસનાં કેસમાં દોષિત

ભરૂચમાં (Bharuch) S ભાજપ (BJP) અગ્રણીનાં પતિ કર્તવ્ય ઉર્ફે મોન્ટુ પ્રવીણભાઈ રાણાની વર્ષ 2022 માં તેના મિત્ર મેહુલ સાથે કોઈ નજીવી બાબતે તકરાર થઇ હતી, જેના પગલે તેમની વચ્ચે મળવાની વાત થતાં મેહુલ તેના મિત્ર પ્રિન્સ મહંત તેમ જ ધ્રુવ ચૌહાણ સાથે શક્તિનાથ પહોંચ્યો હતો. અરસામાં કર્ત્તવ્યે આવી તેમની પાસે રહેલ ધારદાર ચપ્પુથી હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રિન્સનાં પેટમાં ચપ્પુ મારી દેતાં તેના આંતરડાં બહાર આવી ગયાં હતાં. જ્યારે મેહુલને પણ પગની જાંઘ પર ચપ્પુના ઘા માર્યા હતા.

આ પણ વાંચો – Chotaudepur : જિલ્લા કલેક્ટરને પત્ર લખી સાંસદ કરગર્યા! લખ્યું- અધિકારીઓ સમયસર..!

કોર્ટે આજીવન કેદની ફટકારી આકરી સજા

આ કેસમાં 13 દિવસની સારવાર બાદ પ્રિન્સનું મૃત્યું થયું હતું. આ ઘટનામાં ભરૂચની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં (Principal District Court) કેસ ચાલી જતાં જજ આર. કે. દેસાઇએ સરકારી વકીલની દલીલો, તમામ પુરાવાને ગ્રાહ્ય રાખ્યાં હતાં. કેસમાં પહેલાં બન્ને પક્ષે સમાધાન થયું હતું. જો કે, જજ આર.કે. દેસાઇએ હત્યાનાં ગંભીર ગુનામાં મૃતકનાં મરણોન્મુખ નિવેદન એટલે કે ડાઇંગ ડિક્લેશનનાં આધારે કર્તવ્ય રાણાને આજીવન કેદની સજા (Life Imprisonment) ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના બની તે પહેલા કર્તવ્ય સામે દારૂનો વેપલો કરવા સહિતનાં સંખ્યાબંધ ગુનાઓ પણ નોંધાયેલ હતા, જેમાં તેણે જેલનાં સળિયા ગણ્યા બાદ બહાર નીકળતા જાણે બિન્દાસ થઇ ગયો હોય તેમ વર્તણ કરતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો – Ahmedabad : ગુજરાતની જનતા માટે ખુશખબર… ‘દાદા’ સરકારે લીધો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય