- કિમ જોંગ ઉન પોતાની સેનાની શક્તિ વધારવાના પ્રયાસમાં
- કિમએ નવા પ્રકારના SUICIDE DRONE નું પ્રદર્શન કર્યું
- આ ડ્રોન જમીન અને સમુદ્ર પર લક્ષ્યોને નિશાન બનાવે છે
NORTH KOREA ના નેતા કિમ જોંગ ઉન તેમના બેબાક અંદાજના કારણે અવારનાર ચર્ચામાં રહેતા હોય છે. હવે તેઓ નવી બાબતને લઈને ચર્ચાનો વિષય બન્યા છે. કિમ જોંગ ઉન દ્વારા આયોજિત તાજેતરના મિસાઈલ અને ડ્રોન પ્રદર્શન દ્વારા તેઓ પોતાની સેનાની શક્તિ વધારવાના પ્રયાસમાં છે. કિમએ નવા પ્રકારના SUICIDE DRONE નું પ્રદર્શન કર્યું, જે ખૂબ જ ઘાતકી છે અને લક્ષ્યો પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ઉત્તર કોરિયાના સૈન્યને વધુ મજબૂત બનાવવા માટે આ એક નવું પગલું છે.
NORTH KOREA થી ગભરાયું USA અને SOUTH KOREA
અમેરિકા અને દક્ષિણ કોરિયાની સેના સંયુક્ત ક્ષમતાઓને મજબૂત કરવા માટે મોટા પાયે દાવપેચ ચલાવી રહી છે. યુએસ અને દક્ષિણ કોરિયાની સેનાએ NORTH KOREA ના વધતા પરમાણુ જોખમોને સામે રાખતા મોટી કવાયત યોજી છે. શનિવારે યોજાયેલી કવાયત હેઠળ, યુએસ અને દક્ષિણ કોરિયાની સેના સંયુક્ત રીતે તેમની ક્ષમતાઓને મજબૂત કરવાની કોશિશ કરી રહી છે. “ઉલ્ચી ફ્રીડમ શિલ્ડ” કવાયતનો હેતુ ઉત્તર કોરિયાના ખતરનાક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખવો છે, તેમજ ડિઝાઇન કરેલા ડ્રોનની ક્ષમતાઓને ટેકનિકલ રીતે પરીક્ષણ કરવું છે.
કિમ જોંગ ઉનએ વિવિધ પ્રકારના ડ્રોનનું પ્રદર્શન કર્યું
દક્ષિણ કોરિયાની સેનાની ચકાસણી શનિવારેના ટેસ્ટમાં, કિમ જોંગ ઉનએ વિવિધ પ્રકારના ડ્રોનનું પ્રદર્શન કર્યું, જે જમીન અને સમુદ્ર પર લક્ષ્યોને નિશાન બનાવે છે. દક્ષિણ કોરિયાની સેના આ ડ્રોનની ક્ષમતાઓનું નજીકથી મોનિટર કરી રહી છે, અને શિર્ષક “સાંગ્યોંગ કવાયત” 7 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે, જેના દ્વારા યુદ્ધમાં કાર્યક્ષમતા અને શક્તિ વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : Bangladesh માં એકવાર ફરી ભડકી હિંસા, 50થી વધુ લોકો અથડામણમાં થયા…