+

પ્રખ્યાત સંગીતકાર બપ્પી લહેરીનું મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન

ભારતના પ્રસિધ્ધ  ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. બપ્પી દા તરીકે જાણીતા આલોકેશ લાહેરીએ 70ના દાયકામાં બોલિવૂડને ડિસ્કો અને રોક મ્યુઝિકથી પરિચય કરાવ્યો હતો.27 નવેમ્બર 1952ના રોજ કોલકાતામાં જન્મેલા બપ્પી લહેરીએ પોતાની અલગ અંદાજને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી હતી. તે લોકોમાં એક એવા સંગીતકાર તરીકે ઓળખાય છે જે, હંમેશા સોનાના àª
ભારતના પ્રસિધ્ધ  ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. બપ્પી દા તરીકે જાણીતા આલોકેશ લાહેરીએ 70ના દાયકામાં બોલિવૂડને ડિસ્કો અને રોક મ્યુઝિકથી પરિચય કરાવ્યો હતો.
27 નવેમ્બર 1952ના રોજ કોલકાતામાં જન્મેલા બપ્પી લહેરીએ પોતાની અલગ અંદાજને કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી હતી. તે લોકોમાં એક એવા સંગીતકાર તરીકે ઓળખાય છે જે, હંમેશા સોનાના આભૂષણોથી લદાયેલા હોય છે. તેમણે તેમના ફિલ્મ જગતને ઘણા હિટ ગીતો ગાયા છે.જેમાં અમર સંગીત, આશા ઓ ભાલોબાશા, અમર તુમી, અમર પ્રેમ, મંદિરા, બદનામ, રક્તલેખા, પ્રિયા જેવી બંગાળી ફિલ્મોમાં હિટ ગીતો આપ્યા. તેઓ 1980 અને 1990 ના દાયકામાં વરદાન, ડિસ્કો ડાન્સર, નમક હલાલ, શરાબી, ડાન્સ ડાન્સ, કમાન્ડો, સાહેબ, ગેંગ લીડર, સાયલાબ જેવા ફિલ્મ સાઉન્ડટ્રેક સાથે લોકપ્રિય બન્યા હતા.                                                                        
 બપ્પી લહેરી એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા અને સોમવારે તેમને રજા પણ આપવામાં આવી હતી. મંગળવારે તેમની તબિયત અચાનક બગડતાં  હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન જુહૂ વિસ્તાર સ્થિત ક્રિટીકેર હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે.                                                                                             
ગોલ્ડ મેન તરીકે ઓળખાતા બપ્પી લહેરી 
આલોકેશ લહેરી પોતાના સંગીત સાથે પોતાના શોખથી પણ ખૂબ પ્રચલિત હતા.બપ્પી લહેરીને સોનું પહેરવાનું અને હંમેશા ચશ્મા પહેરવાનું પસંદ હતું. ગળામાં સોનાની જાડી ચેન અને હાથમાં મોટી વીંટી સહિત ઘણા બધા સોનાના ઘરેણા પહેરવા તેની ઓળખ હતી. 
Whatsapp share
facebook twitter