- ફિલ્મની વાર્તાને લઈ પણ વિચારણા કરવામાં આવી રહી છે
- પ્રભાસને બાહુબલીના કિરદારમાં જોવા માટે ચાહકો ઉત્સુક
- ઇન્ડિયાના જોન્સ પર આધારિત જંગલ એડવેન્ચર થ્રિલર હશે
Baahubali 3 confirmed : Baahubali એ વર્ષ 2017 ની સૌથી સફળ અને ભારતીય સિનેમા જગતમાં કમાણી કરનારી ફિલ્મ બની હતી. ત્યારે Baahubali ને લઈ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જોકે Baahubali ફિલ્મને 2 ભાગમાં બનાવવામાં આવી હતી. ત્યારે Baahubali નો 3 ભાગને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જોકે Baahubali એ ભારતીય સિનેમાં એક અલગ પ્રકારની ક્રાંતિ લાવી હતી. Baahubali ફિલ્મને કારણે સાઉથની ફિલ્મો વિશ્વ સ્તરે રિલીઝ કરવાની હોળ ચાલુ થઈ હતી.
ફિલ્મની વાર્તાને લઈ પણ વિચારણા કરવામાં આવી રહી છે
Baahubali ના ફેન્સ માટે એક ખુશની વાત સામે આવી છે. માહિષ્મતી કિંગડમ ફ્રેન્ચાઇઝીના ફિલ્મ નિર્માતા K. E. Gnanavel Raja એ પુષ્ટિ કરી છે કે તેમની ત્રીજી ફિલ્મ Baahubali 3 બનશે. K. E. Gnanavel Raja એ કહ્યું કે હાલમાં ફિલ્મ માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે. ફિલ્મની વાર્તાને લઈ પણ વિચારણા કરવામાં આવી રહી છે. જોકે K. E. Gnanavel Rajaએ બે વર્ષમાં 3 થી વધુ ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ કરી છે. ત્યારે હવે તેઓ થોડો બ્રેક લેવા માગે છે. અને આ સમયગાળામાં તેઓ Baahubali 3 ને લઈ કામ કરવા ઈચ્છે છે.
આ પણ વાંચો: Actor: દિગ્ગજ અભિનેતા દેવરાજ રાયનું 69 વર્ષની વયે નિધન
પ્રભાસને બાહુબલીના કિરદારમાં જોવા માટે ચાહકો ઉત્સુક
વર્ષ 2017 માં સ્ક્રિપ્ટ રાઈટર વિજયેન્દ્ર પ્રસાદ અને મુખ્ય અભિનેતા પ્રભાસે સંકેત આપ્યો હતો કે Baahubali ની વાર્તા હવે પૂરી થઈ ગઈ છે. ત્રીજા ભાગને બદલે કોમિક્સ અને ટીવી શ્રેણી દ્વારા ફ્રેન્ચાઇઝી ચાલુ રાખવાની યોજના છે. જોકે, K. E. Gnanavel Raja ની આ તાજેતરની જાહેરાતે પ્રભાસને માહિષ્મતી સામ્રાજ્યમાં આઇકોનિક પાત્રમાં ફરીથી જોવા માટે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે. પરંતુ હાલમાં પ્રભાસે પોતાની આગામી ફિલ્મોમાં ખુબ જ વ્યસ્ત છે. તેની સાથે પ્રભાસ સાથે કામ કરવા માટે ભારતીય સિનેમા જગતના દરેક ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ઇન્ડિયાના જોન્સ પર આધારિત જંગલ એડવેન્ચર થ્રિલર હશે
આગામી દિવસોમાં પ્રભાસની Kalki 2898 AD અને Saalar 2 જેવી દિગ્ગજ ફિલ્મો આવી રહી છે. બીજી તરફ એસએસ રાજામૌલી આગામી પ્રોજેક્ટ માટે સુપરસ્ટાર મહેશ બાબુ સાથે ફિલ્મની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનું શીર્ષક SSMB29 છે. જોકે આ ફિલ્મની વાર્તા શું હશે તે જાણી શકાયું નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે અમેરિકન સુપરહિટ ફિલ્મ સિરીઝ ઇન્ડિયાના જોન્સ પર આધારિત જંગલ એડવેન્ચર થ્રિલર હશે.
આ પણ વાંચો: Salman Khanની એક્સ ગર્લફ્રેન્ડે લોરેન્સ બિશ્નોઇને કહ્યું..ભાઇ..જેલમાંથી જ તેની સાથે વીડિયો કોલ પર વાત કરો