+

નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમયે કેન્દ્ર સરકાર જાહેર કરશે 75 રૂપિયાનો સિક્કો

આગામી 28 મે ના રોજ નવા સંસદ ભવન (New Parliament) નું ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો છે. ત્યારે આ લોકાર્પણ સમયે કેન્દ્ર સરકાર 75 રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડશે. જીહા, નવા સંસદ…

આગામી 28 મે ના રોજ નવા સંસદ ભવન (New Parliament) નું ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો છે. ત્યારે આ લોકાર્પણ સમયે કેન્દ્ર સરકાર 75 રૂપિયાનો વિશેષ સિક્કો બહાર પાડશે. જીહા, નવા સંસદ ભવનનાં લોકાર્પણ પ્રસંગે સરકાર 75 રૂપિયાનો ખાસ સિક્કો લોન્ચ કરવા જઈ રહી છે. આ માટે નાણા મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 28 મે, 2023ના રોજ કરશે. આ ઈમારત નવી દિલ્હીના સેન્ટ્રલ વિસ્ટા વિસ્તારમાં આવેલી છે અને સંસદના સભ્યો (સાંસદો)ની વધતી જતી સંખ્યાને સમાવવા માટે બનાવવામાં આવી છે.

સરકાર 75 રૂપિયાનો ખાસ સિક્કો લોન્ચ કરશે

ટૂંક સમયમાં જ 75 રૂપિયાનો અનોખો સિક્કો બજારમાં આવવા જઈ રહ્યો છે. જીહા, નવા સંસદ ભવનનાં લોકાર્પણ પ્રસંગે સરકાર 75 રૂપિયાનો ખાસ સિક્કો લોન્ચ કરવા જઈ રહી છે. આ માટે નાણા મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનનું લોકાર્પણ યાદગાર બનાવવા માટે સરકાર 75 રૂપિયાનો સિક્કો લાવવા જઈ રહી છે. 75 રૂપિયાના આ સિક્કાની ડિઝાઈનથી લઈને તેની સાઈઝ અને પ્રિન્ટિંગ સુધી ઘણી વિશેષતાઓ હશે. નવા સંસદભવનની ડિઝાઇન ત્રિકોણાકાર છે. આવી સ્થિતિમાં આ સિક્કાનો દેખાવ પણ આવો જ હોવાની શક્યતા છે. નાણા મંત્રાલય દ્વારા ગુરુવારે આ સંબંધમાં માહિતી આપવામાં આવી હતી. ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના કારણે પણ આ સિક્કો ખૂબ જ ખાસ હશે.

કેવો હશે 75 રૂપિયાનો સિક્કો?

સંસદ ભવનના લોકાર્પણ સમયે 75 રૂપિયાનો સિક્કો 35 ગ્રામનો હશે. તેમાં 50% ચાંદી અને 40% તાંબુ હશે. આ ઉપરાંત 5% ઝીંક અને નિકલ હશે. બીજી તરફ જો તેની ડિઝાઇનની વાત કરીએ તો સિક્કાની એક તરફ અશોક સ્તંભ હશે, જેની નીચે રૂપિયાની કિંમત એટલે કે 75 રૂપિયા લખવામાં આવશે. તેની બાજુમાં ભારત અને અંગ્રેજીમાં પણ ભારત લખવામાં આવશે. સિક્કાની બીજી બાજુ નવા સંસદ ભવનની ડિઝાઇન બનાવવામાં આવશે અને તેની ઉપર અને નીચે સંસદ સંકુલ લખવામાં આવશે અને અંગ્રેજીમાં Parliament Complex લખવામાં આવશે. આ સાથે સિક્કાની નીચેની બાજુએ તેની પ્રિન્ટિંગનું વર્ષ 2023 લખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, નવી સંસદ ભવન ત્રિકોણાકાર ડિઝાઇનનું છે. તેની લોકસભામાં 888 બેઠકો છે અને તેની મુલાકાતીઓની ગેલેરીમાં 336 થી વધુ લોકો માટે બેઠક છે. આ સિવાય સંસદ ભવનમાં રાજ્યસભાની 384 ખુરશીઓ છે. જણાવી દઈએ કે, નવું સંસદ ભવન ટેકનિકલ સુવિધાઓથી સજ્જ છે. તેમાં એકથી વધુ ટેકનિકલ સુવિધા છે. વડાપ્રધાન, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ અને અન્યની હાજરીમાં 28 મેના રોજ રવિવારે બપોરે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટનનું મુખ્ય કાર્ય શરૂ થવાની સંભાવના છે. ત્રિકોણાકાર આકારના ચાર માળના સંસદ ભવનનો બિલ્ટ-અપ એરિયા 64,500 ચોરસ મીટર છે. જણાવી દઈએ કે, નવું સંસદ ભવન ટેકનિકલ સુવિધાઓથી સજ્જ છે. તેમાં એકથી એક ચઢિયાતી ટેકનિકલ સુવિધાઓ છે.

આ પણ વાંચો – મોદી સરકારને મોટી રાહત..! નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં હવે સરકારની તરફે 25 પક્ષ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter