Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gandhinagar : ‘સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ’ હેઠળ વધુ 31 લાભાર્થીઓને રૂ.10 કરોડથી વધુની સહાય

07:16 PM Oct 16, 2024 |
  1. Gandhinagar માં કૃષિ મંત્રી સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ લાભાર્થીઓને સહાય
  2. મંત્રી રાઘવજી પટેલનાં હસ્તે વધુ 31 લાભાર્થીઓને રૂ. 10 કરોડથી વધુની સહાય
  3. કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટને ‘હોમ કેર વિઝિટ વાન’ આપવામાં આવી
  4. કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ આપી

ગાંધીનગર (Gandhinagar) ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના (Raghavji Patel) હસ્તે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ (2016-21)” હેઠળ નોંધાયેલા વધુ 31 કૃષિ ઉદ્યોગ સાહસિકોને રૂ. 10 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી. કૃષિ મંત્રી સાથે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા તેમ જ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડી. એચ. શાહ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાય હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે, કેટલાક લાભાર્થી ઉદ્યોગ સાહસિકોએ પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. કૃષિ મંત્રીશ્રીએ પણ તેમની સાથે યોજના સંદર્ભે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો – Cabinet : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

કૃષિ ઉદ્યોગોને મૂડી રોકાણ, વ્યાજ સહાય જેવા વિવિધ ઘટકો માટે સહાય

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રના ઝડપી અને ટકાઉ વિકાસ થકી નાગરિકોને ખાદ્ય સુરક્ષા, પોષણ સુરક્ષા ઉપરાંત આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ હેઠળ કૃષિ ઉદ્યોગોને મૂડી રોકાણ, વ્યાજ સહાય જેવા જુદા-જુદા ઘટકો માટે સહાય આપવામાં આવે છે. જે પૈકી મૂડી સહાય માન્ય સ્થાયી મૂડીરોકાણના 25 ટકા અને બેંકની મુદતી લોન પર 7.5 ટકા વ્યાજ સહાયની અરજીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગકારોની લાગણીને વાચા આપીને ચાલુ વર્ષ 2024-25 માટે રૂ. 200 કરોડની બજેટ જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો – Gujarat : લોથલ ખાતે બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ

GCRI ને હોમ કેર વાન, રૂ. 21.90 લાખનું ફંડ અપાયું

આ ઉપરાંત, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24 દરમિયાન કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ને આપવામાં આવેલી હોમ કેર વિઝિટ વાનને કૃષિ મંત્રી સહિતનાં મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. CSR હેઠળ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા GCRI ને હોમ કેર વાન તેમજ 6 સ્લાઇડ કેબિનેટની ખરીદી માટે રૂ. 21.90 લાખનું ફંડ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – સરકારી કર્મચારીઓમાં આનંદો! Diwali ના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારે લીધો આ મોટો નિર્ણય…