Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Assam : શિવસાગરનું ઐતિહાસિક “રંગ ઘર”, ઓહમ સામ્રાજ્યની વારસાની સુંદરતા Video

10:39 PM Sep 27, 2024 |
  1. એન્જિનિયરિંગનો અનોખો નમૂનો, બિહુ નૃત્ય અને સાંસ્કૃતિક પરંપરા
  2. આ સ્મારકનું ભારતીય પુરાતત્વ દ્વારા સંરક્ષણ કરાયું
  3. “રંગ ઘર” દર વર્ષે હજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

વિશ્વ પ્રવાસન દિવસના પ્રસંગે, ગુજરાતની પ્રથમ યાત્રા આસામ (Assam)ના ઐતિહાસિક શિવસાગર ખાતે સ્થિત “રંગ ઘર” સુધી પહોંચી છે. આ ઇતિહાસિક સ્મારક 18 મી સદીના ઓહમ સામ્રાજ્યની સ્થાપત્ય કળા અને તેના સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરે છે. રંગ ઘર, જે એક ઐતિહાસિક એમ્ફીથિયેટર તરીકે ઓળખાય છે, આસામ (Assam)ના રાજા સ્વર્ગદેવ પ્રમત્ત સિંહના શાસનકાળમાં બાંધવામાં આવ્યું હતું.

એન્જિનિયરિંગનો અનોખો નમૂનો…

1744-1750 ની વચ્ચે બનાવવામાં આવેલ રંગ ઘર આસામ (Assam)ના સમૃદ્ધ ઇતિહાસ અને મુઘલ તેમજ ઓહમ સ્થાપત્ય કળાનું મિશ્રણ છે. આ સ્થાન માટે ખાસ એ છે કે તેના નિર્માણમાં વાંસ, લાકડાં, અને અનાજનો ઉપયોગ થયો છે, જે આસામી સંસ્કૃતિની આગવી પરંપરાને પ્રતિબિંબિત કરે છે. અષ્ટકોણીય આકાર, ત્રણ સ્તરીય મંડપ અને તેની જટિલ કોતરણી આ મકાનને ખાસ બનાવે છે.

આ પણ વાંચો : Brahmos Agniveer Jobs : અગ્નિવીર માટે સારા સમાચાર, બ્રહ્મોસ એરોસ્પેસે નોકરીની કરી જાહેરાત

બિહુ નૃત્ય અને સાંસ્કૃતિક પરંપરા…

આઇતિહાસિક રીતે, રંગ ઘર માત્ર એક સ્થાપત્ય સ્મારક નથી, પરંતુ આસામ (Assam)ના પ્રખ્યાત બિહુ નૃત્યની જન્મભૂમિ છે. આ સ્થળ પર એક વખત ઓહમ સામ્રાજ્યના રાજવી આ ભાથીગળ નૃત્ય માણતા હતા. બિહુ નૃત્ય આસામ (Assam)ની સંસ્કૃતિનો આભૂષણ છે અને આ રંગમંચને સાંસ્કૃતિક અને સાંપ્રદાયિક કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો : Krutarth Murder Case : આરોપીઓએ કર્યો ચોંકાવનારો ખુલાસો, બચી શક્યું હોત વિદ્યાર્થીનું જીવન

વૈશ્વિક પર્યટન કેન્દ્ર…

આ સ્મારકનું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા સંરક્ષણ કરવામાં આવ્યું છે અને દર વર્ષે હજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત, અહીંના સાંસ્કૃતિક કાર્યક્રમો અને બિહુ જેવા ઉત્સવોના આયોજનો આ સ્થળની લોકપ્રિયતા વધારવામાં મદદરૂપ થાય છે. તદ્દન અનોખું એ છે કે ઈંટ અને સિમેન્ટનો બદલે દાળ અને ચોખા જેવા અનાજથી આ નિર્માણ થયું છે, જે આ સ્મારકને સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે ખાસ બનાવે છે. આ રીતે રંગ ઘર આસામ (Assam)ની સાંસ્કૃતિક ધરોહર અને ઇતિહાસનો જીવંત સાક્ષી છે, જે ભારતીય સ્થાપત્ય અને સાંસ્કૃતિક વિકાસના ઐતિહાસિક યશગાથાને દર્શાવે છે.

આ પણ વાંચો : BJP ના સુંદર સિંહે દિલ્હી MCD સ્ટેન્ડિંગ કમિટીની સીટ જીતી, AAP ઉમેદવારને શૂન્ય વોટ મળ્યા