Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Arshad Warsi એ Kalki 2898 AD ના પ્રભાસને કહ્યો “જોકર” તો ફિલ્મના ડાઇરેક્ટરએ કહી દીધી આ મોટી વાત, હવે KALKI 2 માં…

02:50 PM Aug 24, 2024 |

પ્રભાસ અભિનીત ‘કલ્કી 2898 એડી’ આ વર્ષે બોક્સ ઓફિસ પર બમ્પર હિટ રહી હતી, જેણે લગભગ 1100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે, ફિલ્મને OTT પર રિલીઝ કરવામાં આવી છે, અને તે પણ બે મુખ્ય પ્લેટફોર્મ – પ્રાઇમ વિડિયો અને નેટફ્લિક્સ પર. OTT પર રિલીઝ થવાની સાથે જ, આ ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ અંગે બોલીવુડના એક્ટર Arshad Warsi એ વાંધાજનક ટિપ્પણી થઈ હતી. જેનો ખૂબ જ મોટો વિવાદ બન્યો હતો. હવે આ સમગ્ર બાબત ઉપર ફિલ્મના ડાઇરેક્ટર નાગ અશ્વિનએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Arshad Warsi ની એક વાતથી થયો વિવાદ

KALKI 2898 AD એ બોક્સ ઓફિસ ઉપર 1000 કરોડનો આંકડો પાર કર્યો છે. આ ફિલ્મે ઘણી પ્રશંસા મેળવી છે, પણ તાજેતરમાં જ Arshad Warsi એ પ્રભાસના પાત્ર ‘ભૈરવ’ના લુકની તુલના ‘જોકર’ સાથે કરીને વિવાદ જગાવ્યો છે. સાઉથ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ અને પ્રશંસકોને આ નિવેદન પસંદ આવ્યું નથી, અને પરિણામે બોલિવૂડ અને ટોલીવુડ વચ્ચેનો વિવાદ ફરી એકવાર જાગૃત થયો છે. જો કે ફિલ્મના નિર્દેશક નાગ અશ્વિને આ મુદ્દા પર ખુલ્લી પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર અરશદના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરી છે અને એ પણ સ્પષ્ટ કર્યું કે ‘કલ્કી 2’માં પ્રભાસ વધુ શક્તિશાળી અવતારમાં જોવા મળશે.

નાગ અશ્વિનીએ શું કહ્યું?

નાગ અશ્વિનીએ અરસદ વારસી અંગે ટ્વિટ કર્યું હતું કે, “ચાલો, હવે ઉત્તર-દક્ષિણ કે બોલિવૂડ વિ ટોલીવુડ પર ધ્યાન ન આપી, મોટા ચિત્ર પર નજર રાખીએ… આપણે એકસાથે મળી ને ભારતીય ફિલ્મ ઉદ્યોગને વધુ મજબૂત બનાવવું છે. અરશદ સાહેબને તેમની વાત માટે સન્માન આપવું જોઈએ, પણ સાથે જ આવા મુદ્દાઓથી દૂર રહેવું જોઈએ.” આ વિવાદને કારણે બન્ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેનો જૂનો વિમર્શ ફરીથી જાગૃત થયો છે. હવે, પ્રભાસ અને ‘કલ્કી 2’ માટે દર્શકોમાં વધુ ઉત્સુકતા છે, જો કે, એ સવાલ હજુ પણ છે કે બન્ને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેની એ ખાઈ ક્યારે પુરાશે.

આ પણ વાંચો : Manjhi: The Mountain Man-ફેન્ટાસ્ટિક, અદ્ભુત, ઝિંદાબાદ