Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gondal માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની ધૂમ આવક, વિદેશમાં થશે Export

01:52 PM May 24, 2023 | Viral Joshi

જ્યાં કઠોળ ધાન્ય ની આવક માં અવ્વ્લ રહેતું અને ખેડૂતો તીર્થધામ સમું ગોંડલ માર્કેટ યાર્ડ માં આજે ગીર ની કેસર કેરી ની જંગી આવક થવા પામી છે ભીમ અગિયારસ નો તહેવાર નજીક માં આવતો હોઈ આજે ગોંડલ નું માર્કેટ યાર્ડ કેસર કેરી થી ઉભરાઈ ગયું હતું… છેલ્લા 2-3 દિવસ માં 60 હજાર થી પણ વધુ બોક્સ ની આવક થવા પામી હતી ફળોની રાણી ગણાતી કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે ગોંડલ ફ્રુટ માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસ થીજ આવક જોવા મળે છે અહીં મુખ્યત્વે જૂનાગઢ – ગીર – તાલાલા – ઉનાના જસાધાર અને બાબરીયાની કેસર કેરીના 35 હજાર જેટલા બોક્સની આવક થવા પામી હતી. હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ રૂપિયા 400 થી 900 સુધી ના ભાવ મળી રહ્યા છે

સાત સમુંદર પાર જાય છે કેસર કેરી

ઉનાળા ની મોસમ માં કેરી ની સીઝન માં ભારતીય લોકો કેસર નો સ્વાદ તો માણતા જ હોઈ છે પરંતુ હવે સાત સમુન્દર પાર એટલેકે કુવેત – લંડન – ઓસ્ટ્રેલિયા – દુબઇ – આફ્રિકા – શીપ કન્ટેનર તથા એર કન્ટેનર દ્વારા વ્યાપારીઓ પોહ્ચતી કરાઈ છે અને સ્વાદ રસિકો સૌરાષ્ટ્રની અસલ કેસર નો સ્વાદ માણે છે.

હજુ 2 દિવસ કેરીની આવક વધશે

ગોંડલ યાર્ડમાં બામણાસા, બાબરીયા, ઉના, તાલાલા, જસાધાર, કંટાળા સહિતના પંથકોમાંથી કેસર કેરીની આવક થાય છે. કેરી પકવતા ખેડૂતોને કેરીના સારા એવા ભાવ મળી રહ્યા છે. ભીમ અગિયારસ નો તહેવાર આવતો હોઈ આગામી દિવસોમાં કેરીની આવક હજુ વધશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું.

ખેડૂતોને સારા ભાવ માટે ગોંડલ યાર્ડ પસંદ કરે છે…અલ્પેશ ઢોલરીયા

કેસર કેરી નું મુખ્ય ઉત્પાદન જૂનાગઢ – તલાલા – ગીર જેવા મુખ્ય મથકો હોઈ ખેડૂતો ને પૂરતા ભાવ અને માલ ની જવાબદારી કે સિક્યુરિટી માટે અહીં વધુ મળતી હોઈ જેથી ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડ માં જ વેચવા આવે છે અન્ય યાર્ડ મથકો કરતા ગોંડલ માર્કેટ યાર્ડ માં વધુ આવક છે અને પુરી સીઝન દરમ્યાન ગોંડલ માર્કેટ યાર્ડ માં સૌથી વધુ વેચાણ થતી જોવા મળે છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : ગુજરાત ST વિભાગમાં ડ્રાઈવર-કંડક્ટરની મોટી ભરતી, 3400થી વધુ જગ્યા ભરવામાં આવશે