- અરવલ્લી જિલ્લાની 9 શાળાઓને અલીગઢી તાળા લાગશે.
- શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 20 થી ઓછી હોવાથી બંધ કરાશે.
- મુંબઇ પ્રાથમિક શિક્ષણ નિયમ હેઠળ DPEO ની કાર્યવાહી.
અરવલ્લી જિલ્લામાં DPEO દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવશે. 20 થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા હોવાથી જિલ્લાની 9 પ્રાથમિક શાળાઓ સામે કાર્યાવાહી કરી અલીગઢી તાળા લગાવવામાં આવશે. માહિતી મુજબ, મોડાસાનાં સાકરિયા કંપા, કરસનપુરા કંપા અને મુન્શીવાડામાં ધો. 1 થી 5 વર્ગ બંધ કરાયા છે. જ્યારે બાયડ તાલુકાનાં બાદરપુરા અને વટવટીયામાં શાળા બંધ કરાઈ છે.
આ પણ વાંચો – VADODARA : તસ્કરો પોલીસ પર ભારી, જાહેર માર્ગ નજીકની જ્વેલરી શોપમાં હાથફેરો
20 થી ઓછા વિદ્યાર્થીઓ હોવાથી શાળા બંધ કરાશે
રાજ્યમાં એવી પ્રાથમિક શાળાઓ કે જેમાં 20 થી ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એવી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. DPEO દ્વારા મુંબઇ પ્રાથમિક શિક્ષણ નિયમ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે માહિતી મળી છે કે અરવલ્લી જિલ્લામાં 9 પ્રાથમિક શાળાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. આ 9 પ્રાથમિક શાળાઓમાં 20 થી ઓછા વિદ્યાર્થીઓની સંખ્યા હોવાથી શાળાઓ બંધ કરાશે. પ્રાથમિક અહેવાલ અનુસાર, મોડાસાનાં સાકરિયા કંપા, કરસનપુરા કંપા, મુન્શીવાડામાં ધો. 1 થી 5 વર્ગ બંધ કરાયા છે.
– અરવલ્લી જિલ્લાની 9 શાળાઓને અલીગઢી તાળા લાગશે.
– શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 20 થી ઓછી હોવાથી બંધ કરાશે.
– મુંબઇ પ્રાથમિક શિક્ષણ નિયમ હેઠળ DPEO ની કાર્યવાહી.
– મોડાસાનાં સાકરિયા કંપા અને કરશનપુરા કંપામાં શાળાઓ બંધ કરાઈ.
– બાયડ તાલુકાનાં બાદરપુરા અને વટવટીયા ગામે શાળા બંધ કરાઈ.…— Gujarat First (@GujaratFirst) August 1, 2024
આ પણ વાંચો – Surat : મેટ્રોનાં બ્રિજનો સ્પાન નમી જવાં મામલે મોટી કાર્યવાહી! આ કંપનીને પાઠવી નોટિસ
આ ગામની શાળાઓ પર લાગશે તાળા!
એવી માહિતી છે કે મોડાસા તાલુકાનાં મુન્શીવાડા શાળામાં 1 થી 5 ધોરણમાં માત્ર એક વિદ્યાર્થી સામે બે શિક્ષકો શિક્ષણ આપતા હતા. ઉપરાંત, જિલ્લાનાં બાયડ તાલુકાનાં બાદરપુરા અને વટવટીયા ગામે પણ વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદા કરતા ઓછી હોવાથી બંધ કરવાની કાર્યવાહી કરાઈ છે. જ્યારે માલપુરનાં પીપલાણા અને ધનસુરાની હમીરપુરમાં ધો. 6 થી 7 ના વર્ગ બંધ કરાયા છે. ભિલોડાનાં મોતીપુરા અને મેઘરજની માળ કંપામાં પણ પ્રા. શાળા બંધ કરવાની કાર્યવાહી કરાઈ છે.
આ પણ વાંચો – Rajkot : બાઇક લઇને જતા વૃદ્ધ પાણી નિકાલની કુંડીમાં ગરકાવ, Video વાઇરલ