Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bollywood ની 500 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આ અભિનેતા કામની શોધમાં!

11:54 PM Sep 25, 2024 |
  • અભિનેતાએ બાયોડેટા શેર કરીને સૌ લોકોને ચોંકાવી દીધા
  • ફિલ્મોગ્રાફી ઉપરાંત પોતાની અભિવ્યક્તિ વિશે પણ જણાવ્યું
  • મારો સૌથી વિસ્ફોટક રોલ હજુ આવવાનો બાકી છે

Bollywood Actor Anupam Kher : Bollywood ની 500 થી વધુ ફિલ્મમાં કમ કરી ચૂકેલા દિગ્ગજ અભિનેતાએ તાજેતરમાં એક ચોંકાવનારી પોસ્ટ કરી છે. આ પોસ્ટ તેમણે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી છે. ત્યારે આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા સહિત બોલીવૂડની અંદર ભારે હલચલ મચી ગઈ છે. તે ઉપરાંત આ અભિનેતા અનેક એવી ફિલ્મોમાં કામ કર્યું છે, જે ફિલ્મો ભારતીય સિનેમા જગતના ઈતિહાસમાં આગવું સ્થાન ધરાવે છે. તે ઉપરાંત આ અભિનેતાની અનેક પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

અભિનેતાએ બાયોડેટા શેર કરીને સૌ લોકોને ચોંકાવી દીધા

Actor Anupam Kher એ આ પોસ્ટ પોતાના Instagram Account પર કરી છે. Actor Anupam Kher એ પોસ્ટમાં પોતાના રિસ્યૂમ શેર કર્યો છે. અને આ રિસ્યૂમના માધ્યમથી Anupam Kher એ કામ આપવાની અરજી કરી છે. તે ઉપરાંત આ બાયોડેડામાં Anupam Kher એ પોતાના અંગત જીવનના અનેક કિસ્સાઓ પણ દર્શાવ્યા છે. તે ઉપરાંત ભારતીય સિનેમા જગતના અનેક રાજ પણ આ બાયોડેટામાં જણાવ્યા છે. જોકે આ પોસ્ટથી દરેક અભિનેતા અને અભિનેત્રીઓ ઉપરાંત તમામ લોકો ચોંકી ગયા છે.

આ પણ વાંચો: Bade Miyan Chote Miyan ના નિર્માતાએ Netflix વિરુદ્ધ દાખલ કર્યો કેસ!

ફિલ્મોગ્રાફી ઉપરાંત પોતાની અભિવ્યક્તિ વિશે પણ જણાવ્યું

અભિનેતા Anupam Kher એ પોતાના બાયોડેટામાં પોતાના દશકો સુધી કાર્યરત અભિનય ક્ષેત્રનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે Anupam Kher એ પોતાની આ પોસ્ટના માધ્યમથી દરેક લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. Anupam Kher એ શેર કરેલા બાયોડેટામાં પોતાની મુશ્કેલી ભરેલા કિસ્સાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે બાયોડેટા શેર કરતા જણાવ્યું છે કે, દરેક 5 વર્ષ બાદ હું મારો બાયોડેટા અપડેટ કરું છું. સૌભાગ્ય રીતે મારા શોખને કોઈ વય મર્યાદા નથી. મને આશા છે કે, મારો બાયોડેટા તમને પસંદ આવ્યો હશે. Anupam Kher એ પોતાના બાયોડેટામાં ફિલ્મોગ્રાફી ઉપરાંત પોતાની અભિવ્યક્તિ વિશે પણ જણાવ્યું છે.

મારો સૌથી વિસ્ફોટક રોલ હજુ આવવાનો બાકી છે

Anupam Kher એ સ્ક્રીન પર 500 પાત્રો ભજવી ચૂકેલા Anupam Kher એ ખુલાસો કર્યો છે કે તેમનો સૌથી વિસ્ફોટક રોલ હજુ આવવાનો બાકી છે. અનુપમ ખેરના સીવીનો સૌથી રસપ્રદ ભાગ એ હતો કે તેમના જીવનમાં ઘણા પડકારો હતાં, તેમ છતાં તેઓ હંમેશા આત્મવિશ્વાસ સાથે પાછા આવ્યા અને બધાના દિલ જીતી લીધા હતાં. તેમણે એમ પણ લખ્યું છે કે જ્યાં સુધી મને એક અલગ પ્રકારની શાંતિ મળે એવો રોલ ન મળે ત્યાં સુધી હું સંઘર્ષશીલ અભિનેતા જ રહીશ.

આ પણ વાંચો: Bollywood ની આ ફિલ્મમાં અભિનેત્રીએ સૌથી વધુ અને લાંબા kissing scenes….