Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

NYAY YATRA : ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફરી નિવેદનબાજી

11:32 AM Aug 12, 2024 |
  • કોંગ્રેસની ન્યાય યાત્રા મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મહત્વનું નિવેદન
  • કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે યાત્રા કાઢે છે
  • કોંગ્રેસ નેતા લાલજી દેસાઇનો વળતો પ્રહાર
  • નીતિનભાઈ ટીવી મીડિયામાં રહેવા માટે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે

NYAY YATRA : કોંગ્રેસની ન્યાય યાત્રા (NYAY YATRA) મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે સોમનાથમાં કહ્યું કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે યાત્રા કાઢે છે. સામે પક્ષે કોંગ્રેસ નેતા લાલજી દેસાઇએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે
નીતિનભાઈ ટીવી મીડિયામાં રહેવા માટે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે..

કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે યાત્રાઓ કાઢી રહી છે

ગુજરાતભરમાં સર્જાયેલ અનેક દુર્ઘટનાઓનાં પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ (Congress) દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ન્યાય યાત્રા 9 ઓગસ્ટનાં રોજ મોરબીથી શરૂ થઈ છે. દરમિયાન કોંગ્રેસની આ યાત્રા સામે રાજ્યનું રાજકારણ ગરમાયુ છે. શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શ કરવા આવેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે યાત્રાઓ કાઢી રહી છે.

આ પણ વાંચો–Gujarat Politics : CM સહિત BJP નાં દિગ્ગજ નેતાઓએ શરૂ કરી તિરંગા યાત્રા, કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ

સોમનાથ મહાદેવમાં પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કર્યું

ઉલ્લેખનિય છે કે નીતિન પટેલ અગાઉ પણ કોંગ્રેસની યાત્રા મુદે નિવેદન આપી ચૂક્યા છે . આજે સોમવારે નીતિન પટેલે સોમનાથ મહાદેવમાં પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કર્યું હતું . તેમણે સોમનાથ મહાદેવ પાસે દેશ અને ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

નીતિન પટેલ બજારમાં રહેવા અને ટીવી મીડિયામાં રહેવા માટે આવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે

બીજી તરફ નીતિન પટેલના નિવેદન અંગે કોંગ્રેસના નેતા લાલજી દેસાઇએ કહ્યું કે ગુજરાતની જનતાનું સ્વાભિમાન ટકી રહે તે માટે અને ન્યાય મળી રહે તે માટે યાત્રા જરૂરી છે. તેમણે કહ્યું કે જેમની ખુદની ખુરશી ટકી નથી તે બીજાની ચિંતા ના કરે. નીતિન પટેલ બજારમાં રહેવા અને ટીવી મીડિયામાં રહેવા માટે આવા સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે નીતિનભાઇએ આમાથી બહાર આવવું જોઇએ.

આ પણ વાંચો—Congress Nyay Yatra : BJP નેતાના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું – તેમનાં શાસનમાં તો..!