Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Politics: જવાહર ચાવડા હવે લડી લેવાના મૂડમાં..જૂનો પત્ર ફરી વાયરલ કર્યો

01:18 PM Sep 18, 2024 |
  • પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા લડી લેવાના મૂડમાં
  • ભાજપથી નારાજ જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ
  • કોંગ્રેસમાં હતા ત્યારનો જવાહર ચાવડાનો લેટર વાયરલ
  • સોશિયલ મીડિયામાં જવાહર ચાવડાએ મુક્યો લેટર
  • વર્ષ 2017માં માણાવદરના MLA હતા ત્યારે લખ્યો હતો પત્ર
  • જૂનાગઢ કલેક્ટરને જવાહર ચાવડાએ લખ્યો હતો પત્ર
  • ખામધ્રોળમાં બનેલા કમલમને લગાવ્યો હતો મોટો આરોપ
  • શરતભંગ થયેલી જમીન પર કમલમ બન્યું હોવાનો કર્યો હતો દાવો
  • વિવાદિત કમલમનું લોકાર્પણ મુખ્યમંત્રી કે મંત્રી ન કરે તેવું કર્યું હતું સૂચન
  • જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે પણ આરોપ લગાવી ચુક્યા છે ચાવડા
  • હવે જૂનો લેટર સોશિયલ મીડિયામાં મુકતા ગરમાયું રાજકારણ

Gujarat Politics : ભાજપથી નારાજ જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય ગરમાવો (Gujarat Politics) આવી ગયો છે. પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય હવે જવાહર ચાવડા લડી લેવાના મૂડમાં જણાઇ રહ્યા છે. જવાહર ચાવડાએ વર્ષ 2017માં માણાવદરના MLA હતા ત્યારે જે પત્ર લખ્યો હતો તે જ પત્ર તેમણે સોશિયલ મીડિયામાં મુકતા રાજકારણ ગરમાઇ ગયું છે.

જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી એક પત્ર લખ્યો હતો

ઉલ્લેખનિય છે કે ગઇ કાલે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી એક પત્ર લખ્યો હતો જે બાદ રાજ્યના રાજકારણમાં ભારે હડકંપ મચી જવા પામ્યો હતો. પત્રમાં ભાજપથી નારાજ જવાહર ચાવડાએ જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. 2022માં પેટાચૂંટણીમાં હાર થયા બાદ જવાહર ચાવડામાં કડવાશ જોવા મળી રહી હતી.

જવાહર ચાવડા હવે લડી લેવાના મૂડમાં હોય તેમ જણાઇ રહ્યું છે

દરમિયાન જવાહર ચાવડા હવે લડી લેવાના મૂડમાં હોય તેમ જણાઇ રહ્યું છે. ભાજપથી નારાજ રહેલા જવાહર ચાવડાનો વધુ એક લેટર બોમ્બ બહાર આવ્યો છે. જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે લખેલો પત્ર અત્યારે તેમણે જ વાયરલ કર્યો છે.

આ પણ વાંચો-Junagadh : PM મોદીને લખેલા જવાહર ચાવડાના પત્રે રાજકારણ ગરમાવ્યું! આ નેતા પર કર્યા ગંભીર આક્ષેપ

માણાવદરના ધારાસભ્ય હતા ત્યારે તેમણે પત્ર લખ્યો હતો

જવાહર ચાવડા જ્યારે 2017માં માણાવદરના ધારાસભ્ય હતા ત્યારે તેમણે પત્ર લખ્યો હતો. જૂનાગઢના કલેક્ટરને તેમણે આ પત્ર લખ્યો હતો જેમાં ખામધ્રોળમાં બનેલા કમલમ પર તેમણે આરોપ લગાવ્યો હતો

જવાહર ચાવડાએ આરોપ લગાવી દાવો કર્યો હતો કે શરતભંગ થયેલી જમીન પર કમલમ બન્યું છે

તે સમયે જવાહર ચાવડાએ આરોપ લગાવી દાવો કર્યો હતો કે શરતભંગ થયેલી જમીન પર કમલમ બન્યું છે અને તેમણે વિવાદિત કમલમનું લોકાર્પણ મુખ્યમંત્રી કે મંત્રી ન કરે તેવું સૂચન પણ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે પણ ચાવડા આરોપ લગાવી ચુક્યા છે ત્યારે હવે જૂનો લેટર સોશિયલ મીડિયામાં મુકતા રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો—Jawahar Chavda એ PM મોદીને લખેલા પત્રથી રાજ્યનાં રાજકારણમાં ઘમાસાણ! એક પછી એક નેતાઓની પ્રતિક્રિયા