Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kuwait માં કામ આપવાના બહાને ભારતીયને બનાવી ગુલામ, જુઓ વીડોયો

11:58 PM Sep 13, 2024 |
  • Kuwait માં કવિતાને માલિકે બંધક બનાવી રાખી
  • માનસિક અને શારીરિક સ્વરૂપે અત્યાચાર આપે છે
  • Kuwait માં કામદારોને લઈ કાયદો બનાવવામાં આવ્યો

Indian Woman Hostage In Kuwait : એક અહેવાલ અનુસાર, Kuwait માં સ્થાનિક લોકોની યાદીમાં 21 ટકા ભારતીયોની સંખ્યા આવેલી છે. Kuwait અને તેની આસપાસ આવેલા ગલ્ફ દેશમાં મોટાભાગે સરળ રીતે ભારતીયોને રોજગારી મળી રહે છે. આ અરબના દેશમાં કામદારોની સંખ્યા ઓછી હોય છે. કારણ કે… અરબના દેશમાં સૌથી વધુ ધનિકો વસવાટ કરે છે. તેના કારણે કામદારોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. તેથી અન્ય દેશના લોકો અરબ દેશમાં કામદાર તરીકે સરળતાથી રોજગાર મેળવે છે.

Kuwait માં કવિતાને માલિકે બંધક બનાવી રાખી

તો તાજેતરમાં Kuwait માંથી એક ભારતીય મૂળની મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તેણી મદદની ગુહાર લગાવી રહી છે. જોકે આ મહિલા Kuwait માં નોકરી માટે ગઈ હતી. તો આ મહિલાનું નામ કવિતા છે. ત્યારે કવિતાએ આંધ પ્રદેશમાં આવેલા Annamayya ની રહેવાસી છે. મહિલાના જણાવ્યા અનુસાર Annamayya માં તેનો પતિ અને 2 દીકરીઓ રહે છે. જોકે તેનો પતિ દિવ્યાંગ છે. તેના કારણે રોજગારની સંપૂર્ણ જવાબદારી કવિતા પર આવી ગઈ હતી. તેથી તેણી Kuwait માં પૈસા કમાવવા માટે આવી હતી.

આ પણ વાંચો: શિક્ષિકા-વિદ્યાર્થી વર્ગખંડમાં સેક્સ કરતા, વિદ્યાર્થીના પિતાએ પણ શિક્ષિકા…

માનસિક અને શારીરિક સ્વરૂપે અત્યાચાર આપે છે

કવિતાએ સોશિયલ મીડિયા પર 1 મિનિટનો વીડિયો વાયરલ કર્યો છે. કવિતા Kuwait માં જે કંપનીમાં કામ કરે છે. તે કંપનીનો માલિક તેની સાથે માનસિક અને શારીરિક સ્વરૂપે અત્યાચાર આપે છે. કવિતાને Annamayya માં રહેતો રામપ્રસાદ રેડ્ડી Kuwait લઈને આવ્યો હતો. ત્યારે આંધ પ્રદેશના કેન્દ્રીય મંત્રી Kondapalli Srinivas એ રામપ્રસાદને લેખિતમાં રજૂઆત કરીને, કવિતાને સહિસલામત ભારત લાવવાની સૂચના પાઠવી છે. તો વીડિયોમાં કવિતાના જણાવ્યા અનુસાર તેને ભોજન પણ આપવામાં આવતું નથી. અને માત્ર તેની પાસે કામ કરાવવામાં આવે છે.

Kuwait માં કામદારોને લઈ કાયદો બનાવવામાં આવ્યો

કવિતાને તેનો માલિક એક રૂમમાં બંધ કરીને રાખે છે. તે ઉપરાંત કોઈ અન્ય વ્યક્તિ કે પછી પોતાના પરિવારજનો સાથે પણ વાત કરવા દેતો નથી. ત્યારે આ સંપૂર્ણ ઘટનાનો એક વીડિયો બનાવી કવિતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જોકે Kuwait માં એક ખાસ કામદારોને લઈ કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાનું નામ કફાલ સિસ્ટમ છે. કફાલા સિસ્ટમ અંતર્ગત કામદાર પર સંપૂર્ણ રીતે માલિકનો હક હોય છે. તેના અંતર્ગત કામ કરવાના કલાકોથી લઈ કામદાર સાથે સંબંધિત દરેક હલન-ચલન માલિક નક્કી કરે છે.

આ પણ વાંચો: મહિલાએ જેલ સિપાહીની નોકરી છોડી પોર્નોગ્રાફીમાં કારકિર્દી કરી શરું