- વિદેશ જવા ઈચ્છતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો (Anand)
- બોગસ દસ્તાવેજનાં આધારે વિદેશ મોકલવાનાં કૌભાંડનો પર્દાફાશ
- આણંદ SOG પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો
- SOG પોલીસે વિઝા કન્સલ્ટન્સીનાં સંચાલકની ધરપકડ કરી
રાજ્યમાં નાગરિકોને હાલમાં વિદેશ જવાનું ઘેલું લાગ્યું છે. ત્યારે ઘણી વખત વિદેશ જવાની લાલસામાં લોકો છેતરપિંડીનો પણ ભોગ બનતા હોય છે. આણંદ (Anand) જિલ્લામાંથી બોગસ શૈક્ષણિક દસ્તાવેજી પુરાવાના આધારે વિદેશ મોકલવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. આણંદ SOG પોલીસે આ મામલે કાર્યવાહી કરી 199 નકલી ડિગ્રી, 18 સ્ટેમ્પ સાથે રૂ. 66 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG ની પ્રાથમિક તપાસ મુજબ, 12 પાસ શખ્સ આ કૌભાંડ ચલાવી રહ્યો હતો.
બોગસ દસ્તાવેજનાં આધારે વિદેશ મોકલવાનાં કૌભાંડનો પર્દાફાશ
આણંદ (Anand) જિલ્લામાં SOG પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બોગસ શૈક્ષણિક દસ્તાવેજનાં આધારે વિદેશ મોકલવાનાં કૌભાંડનો SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. SOG પોલીસે વિઝા કન્સલ્ટન્સી વી હેલ્પનાં સંચાલક અને પેટલાદનાં કિરણ પટેલની આ મામલે ધરપકડ કરી છે. આ સાથે SOG પોલીસે ઓફિસમાંથી વિવિધ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ પણ જપ્ત કર્યા છે.
આ પણ વાંચો – GONDAL : વીજશોકથી મોત મામલે PGVCLને જવાબદાર ઠેરવતી કોર્ટ, વળતર ચૂકવવા હુકમ
199 નકલી ડિગ્રી, 18 સ્ટેમ્પ સાથે કુલ રૂ. 66 હજારનો મુદ્દામાલ જપ્ત, સંચાલકની ધરપકડ
આણંદ SOG પોલીસની કાર્યવાહી દરમિયાન વિઝા કન્સલટન્સીની (Visa Consultancy) ઓફિસમાંથી 199 નકલી ડિગ્રી, 18 સ્ટેમ્પ સાથે કુલ રૂ. 66 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. SOG પોલીસે આરોપી કિરણ પટેલની તપાસ કરતા તે માત્ર ધો. 12 પાસ જ હતો. ધો. 12 પાસ કિરણ પટેલ કોલેજનું પગથિયું પણ નહીં ચડેલો અને કિરણે વિવિધ યુનિવર્સિટીની બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી કેટલાક લોકોને ગ્રેજ્યુએટ બનાવી દીધા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો – Gandhinagar : BJP નાં ધારાસભ્ય સામે આખરે નોંધાયો ગુનો, HC નાં આદેશ બાદ મોટી કાર્યવાહી!