Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Atkot : દુષ્કર્મના આરોપી મધુ ટાઢાણીના વાયરલ વીડિયોથી ખળભળાટ

02:08 PM Aug 03, 2024 |
  • આજે માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં જસદણ વિંછીયા પાટીદાર સમાજની ચિંતન શિબિર
  • આટકોટ પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરનાર આરોપી મધુ ટાઢાણીનો ધરપકડ પહેલાનો એક ભાવુક વિડીયો વાયરલ
  • ર્ડો.ભરતભાઈ બોઘરાનું નામ શા માટે મધુ ટાઢાણીને લેવુ પડ્યું

Atkot : આજે બપોરે માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં જસદણ વિંછીયા પાટીદાર સમાજની ચિંતન શિબિરનું આયોજન કરાયું છે તે પહેલાં આટકોટ (Atkot) પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરનાર આરોપી મધુ ટાઢાણીએ ધરપકડ પહેલાનો એક ભાવુક વિડીયો વાયરલ કરતા ખળભળાટ મચી ગયો છે.

આરોપી મધુ ટાઢાણીએ ધરપકડ પહેલા એક ભાવુક વીડિયો વાયરલ કર્યો

આટકોટ પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરનાર આરોપી મધુ ટાઢાણીએ ધરપકડ પહેલા એક ભાવુક વીડિયો વાયરલ કર્યો છે જેમાં કે.ડી.પી. હોસ્પિટલ અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ર્ડો.ભરતભાઈ બોઘરા તેમજ માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અરજણભાઈ રામાણીને બદનામ કરવા માટે આખુ ષડયંત્ર ગોઠવવામાં આવ્યુ છે જેનો ભોગ પરેશ રાદડીયા અને હું બન્યા છીએ તેવું મધુ ટાઢાણીએ જણાવ્યું છે સાથે જ વિદ્યાર્થીની સાથે કે.ડી.પી.હોસ્પિટલમાં મળ્યા ની કબુલાત પણ મધુ ટાઢાણીએ કરી છે અને તેને બળજબરી નથી કરી તેમ જણાવ્યું છે.

આ પણ વાંચો–Rajkot: વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવા મામલે મધુ ટાઢાણીની ધરપકડ

ર્ડો.ભરતભાઈ બોઘરાનું નામ શા માટે મધુ ટાઢાણીને લેવુ પડ્યું

મધુ ટાઢાણીના આ વિડીયોમાં અનેક રાજ છુપાયા છે સાથે જ ર્ડો.ભરતભાઈ બોઘરાનું નામ શા માટે મધુ ટાઢાણી ને લેવુ પડ્યું છે તેવો સવાલ પણ થઇ રહ્યો છે. મધુ ટાઢાણી પોતે જ આ વીડિયોના માધ્યમથી સ્વીકારે છે હું કે.ડી.પી.હોસ્પિટલમાં પીડીતાને મળ્યો છું . મધુ ટાઢાણીના આ વીડિયોના માધ્યમથી તેને ર્ડો.ભરતભાઈ બોઘરા ને અનેક પ્રશ્ર્નો ધેરા માં લીધા છે.

હું સામે થી પોલીસ સામે રજુ થાવ છું

મધુ ટાઢાણીએ એ પણ કબુલાત કરી છે કે હું સામે થી પોલીસ સામે રજુ થાવ છું હું રખડી રખડીને થાક્યો છું અને દરરોજ રડતો હતો એટલે કહી શકાય કે મધુ ટાઢાણી કોઈના કહેવાથી ભાગ્યો હતો અને જેના કહેવાથી તે ભાગ્યો હતો તેના કહેવાથી તે હાજર થયો છે

જસદણ વિંછીયા પાટીદાર સમાજની ચિંતન શિબિરનું આયોજન

ઉલ્લેખનિય છે કે આજે બપોરે માતૃશ્રી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં જસદણ વિંછીયા પાટીદાર સમાજની ચિંતન શિબિરનું આયોજન છે જેમાં ભાજપ ના પ્રદેશ ઉપાધ્યક્ષ ર્ડો.ભરતભાઈ બોઘરા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દિનેશ બાંભણિયા અને કે.ડી.પી.હોસ્પિટલના મુખ્ય દાતા સહિત સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ આગેવાનો ચિંતન શિબિર હાજર રહેવાના છે સાથે જ ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના નવા પ્રમુખની નિમણૂક પણ કરવાના છે , જેમાં હરેશભાઈ પરવાડીયાના નામની જાહેરાત થશે.. સાથે જ દુષ્કર્મની પીડીતાના પરીવારના સભ્યોને મળવા માટે 10 આગેવાનોની કમીટી બનાવવા માં આવશે.

અહેવાલ–દુર્ગેશ કુબાવત, જસદણ

આ પણ વાંચો— Rajkot: કહેવાતા સમાજ સેવકોએ વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ, આખરે યુવતી ખખડાવ્યો ન્યાયનો દ્વાર