Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

American Airlines Flight : ફ્લાઈટમાં પણ નથી સુરક્ષિત મહિલા, જાણો શું થયું તેની સાથે

11:53 AM Aug 28, 2024 |
  • અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટમાં મહિલા સાથે જાતીય હુમલો
  • મહિલાનો દાવો – મારા પ્રાઈવેટ પાર્ટને શખ્સે ટચ કર્યો
  • અમેરિકન એરલાઈન્સને પણ ઘણી જવાબદારી

Woman Sexually Assaulted in Flight : એક ન્યૂ જર્સી (New Jersey) ની મહિલા દ્વારા કરવામાં આવેલા દાવાઓ અનુસાર, અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ (American Airlines flight) માં એક અજાણી વ્યક્તિએ તેની સાથે જાતીય હુમલો (Sexually Assaulted) કર્યો હતો. મહિલાએ તેના નિવેદનમાં જણાવ્યુ છે કે, તેણે આ હુમલા (Attack) ને રોકવામાં સક્ષમ ન રહેનારી અમેરિકન એરલાઈન્સ (American Airlines) ને પણ જવાબદાર ઠેરવી છે. આ ઘટના 26 ઓગસ્ટ, 2022 ના રોજ સાંજના સમયે, નોર્થ કેરોલિનાથી નેવાર્ક લિબર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ (North Carolina to Newark Liberty International Airport) માટે ઉડી રહેલી ફ્લાઈટમાં બની હતી.

મહિલા સાથે થઇ જાતીય સતામણી

મહિલા અનુસાર, ફ્લાઈટમાં તે પોતાના એક મિત્ર અને એક અન્ય પુરુષ પેસેન્જરની વચ્ચે બેઠી હતી. તે ફ્લાઈટ ટેક ઓફ થયા બાદ સુઈ ગઈ હતી, પરંતુ જ્યારે તેની અચાનક આંખ ખુલી ત્યારે તેણે જોયું કે તેની બાજુમાં બેઠેલો વ્યક્તિ તેને ટચ કરી રહ્યો છે, તેના પ્રાઈવેટ પાર્ટની છેડતી કરી રહ્યો હતો. આ ઘટનાની જાણ થયા પછી, મહિલા દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે, ફરિયાદ કરવામાં આવી હતી. દસ્તાવેજોમાં માહિતી દર્શાવવામાં આવી છે કે આ ઘટના ફ્લાઈટના ટેક ઓફ થવાની સાથે જ બની હતી. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર, આરોપ છે કે ફ્લાઇટ ટેકઓફ થયા બાદ તરત જ મહિલા સૂઈ ગઈ હતી. જ્યારે અચાનક તેની આંખ ખુલી તો તેની બાજુમાં બેઠેલો વ્યક્તિ તેના પ્રાઈવેટ પાર્ટની છેડતી કરી રહ્યો હતો.

આ પણ વાંચો:  દુનિયાના સૌથી ખતરનાક વિમાનમાં મુસાફરી કરતો યુવક, જુઓ Video