- GTU એ પાસ થવા 10 વર્ષ આપ્યા
- વિદ્યાર્થીઓ અંગે AICTE પાસે અભિપ્રાય માંગ્યો
- વિદ્યાર્થીના એનરોલમેન્ટ રદ નથી કરવામાં આવ્યા
GTU: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(GTU)માં અભ્યાસ કરતા અને સતત પરીક્ષાઓમાં નાપાસ(failed) થઈને એક કરતા વધારે બેક લોગ (Back log)ધરાવતા વિદ્યાર્થીઓ (Students)માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે ! વિદ્યાર્થીઓને બેક લોગ પૂર્ણ કરવા માટે 7 વર્ષની તક આપવામાં આવી હતી. પરંતુ હજુ કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સાત વર્ષ કરતા વધારે સમય વીતી ગયો પરંતુ તેમનું ડિગ્રી એન્જિનિયરિંગનો કોર્સ પૂરો નથી થયો. જેથી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ આવા વિદ્યાર્થીઓ અંગે શું નિર્ણય લેવો ? તે બાબતે UGC અને NCTE પાસે અભિપ્રાય (UGC and NCTE opinion)માંગ્યો છે. જોકે હજુ સુધી એક પણ વિદ્યાર્થીના હિતમાં કોઈ વિદ્યાર્થીના એનરોલમેન્ટ રદ નથી કરવામાં આવ્યા.
બેક લોગ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ચિંતા વધી
અત્યાર સુધી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચાર વર્ષના ડિગ્રી એન્જિનિયરિંગનો કોર્સ પૂર્ણ કરવા માટે ચાર વર્ષ ઉપરાંત બે વર્ષ વધારે આપવામાં આવતા હતા. એટલે કે છ વર્ષના સમયગાળામાં ડિગ્રી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરવાનો હોય છે. જોકે કોરોના હોવાના કારણે GTU દ્વારા ખાસ કિસ્સામાં વધુના 4 વર્ષ બેગ લોગ ક્લિયર કરવા માટે તક આપવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ 5000 થી વધારે વિદ્યાર્થીઓ એવા છે કે જેમને બેકલોગ ક્લિયર નથી થયું.
આ પણ વાંચો –Navratri 2024 : ગૃહ રાજ્યમંત્રીના નિર્ણયને ખેલૈયાઓએ બિરદાવ્યો, શક્તિસિંહ ગોહિલનો કટાક્ષ!
UGC અને AICTE પાસે અભિપ્રાય માંગ્યો
બીજી તરફ ન્યુ એજ્યુકેશન પોલીસીમાં ડિગ્રી એન્જિનિયરિંગના કોર્સમાં સાત વર્ષની સમય મર્યાદા આપવામાં આવી છે અને જો આ સમય મર્યાદામાં પૂર્ણ થાય તો વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ રદ ગણી શકાય. આ બાબતે ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા જીટીયુના રજીસ્ટર કે એન ખેરે કહ્યું કે, ‘વિદ્યાર્થીઓને નુકસાન ન થાય અને કોઈ હકારાત્મક ઉકેલ આવે તે માટે યુનિવર્સિટીએ UGC અને AICTE પાસે અભિપ્રાય માંગ્યો છે આ અભિપ્રાયના આધારે બેક લોગ ધરાવતા વિદ્યાર્થીઓ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે’