સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. આ વીડિયોમાંથી કેટલાક એવા હોય છે, જે તમને આશ્ચર્ચ પમાડે છે. ત્યારે હવે એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો ક્યાનો છે તે અંગેની હાલ કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ વીડિયોમાં મહિલા પોલીસકર્મી સાથે કેટલાક અન્ય પોલીસકર્મી અને અન્ય લોકો ઊભા નજરે આવી રહ્યા છે. ત્યારે એક શખ્સે મહિલા પોલીસ અધિકારી સાથે અશ્લીલ હરકતો કરી હતી, આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.
View this post on Instagram
છોકરાએ પોલીસ મહિલાને ચુંબન કરવાની કોશિશ કરી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કેટલાક પોલીસકર્મીઓ જોવા મળી રહ્યા છે. સાથે જ કેટલાક અન્ય પુરુષ અને મહિલાઓ પણ ત્યાં ઊભી જોવા મળે છે. દરમિયાન, વીડિયોમાં એક છોકરો એક મહિલા પોલીસકર્મીની સાથે ઊભા જોવા મળે છે. આ પછી છોકરો મહિલા પોલીસ અધિકારીને ગળે લગાવે છે અને પછી મહિલા પોલીસકર્મી કંઈ સમજે તે પહેલા છોકરો અચાનક મહિલા પોલીસકર્મીને ગાલ પર ચુંબન કરવાનો પ્રયાસ કરે છે. આ પછી મહિલા પોલીસકર્મી એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. છોકરાની આ હરકતથી ત્યાં ઊભેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. જો કે, કેટલાક લોકો છોકરાને તાત્કાલિક મહિલા પોલીસકર્મીથી દૂર કરે છે. આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પર લોકો કોમેન્ટ કરી અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.