+

ISRO Chief: Aditya-L1 ની સફળતા પર S Somanath નું નિવેદન

ISRO Chief: નું સૌર મિશન Aditya-L1 હેલો ઓર્બિટમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યું છે. આ અવસરે ISRO ના અધ્યક્ષ S Somanath એ કહ્યું છે કે આજનો કાર્યક્રમ Aditya-L1 ને ચોક્કસ પ્રભામંડળની…

ISRO Chief: નું સૌર મિશન Aditya-L1 હેલો ઓર્બિટમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યું છે. આ અવસરે ISRO ના અધ્યક્ષ S Somanath એ કહ્યું છે કે આજનો કાર્યક્રમ Aditya-L1 ને ચોક્કસ પ્રભામંડળની કક્ષામાં મૂકવાનો હતો. Aditya-L1 સેટેલાઈટનું યોગ્ય સ્થાન પર ઈન્ટોલેશન ISRO માટે સંતોષપૂર્વક છે.

ISRO Chief

ISRO Chief

S Somanath કહ્યું હતું કે, ” જ્યારે Aditya-L1 ઊંચી ભ્રમણકક્ષા તરફ આગળ વધી રહ્યું હતું. ત્યારે તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. અત્યારે ISRO ની ગણતરી મુજબ તે યોગ્ય સ્થાને છે. જો કે, અમે આ દિશામાં આગળ વધીશું. આગામી થોડા કલાકોમાં યોગ્ય જગ્યાએ પહોંચશે. અમે ત્યાં સુધી તેના પર નજર રાખીશું અને જોઈશું કે તે યોગ્ય જગ્યાએ છે કે નહીં.”

બધુ અપેક્ષા મુજબ થયું 

તેમણે વધુમાં કહ્યું કે, “આ ISRO માટે ખૂબ જ સંતોષકારક છે કારણ કે તે લાંબી મુસાફરીના અંત થયો છે. Aditya-L1 લોન્ચ થયાના 126 દિવસ પછી તેના છેલ્લા બિંદુએ પહોંચી ગયું છે. જો કે છેલ્લા બિંદુ સુધી પહોંચવું એ કોઈપણ માટે ચિંતાજનક ક્ષણ છે. પરંતુ અમને સંપૂર્ણ વિશ્વાસ હતો. તેથી Aditya-L1 વિશે જે પણ ધારણા કરવામાં આવી હતી તે પ્રમાણેનું પરિણામ સામે આવ્યું છે.

ભવિષ્યમાં ફેરફારોની શક્યતાઓ ઉદભવી શકે છે

ISRO ના અધ્યક્ષે કહ્યું કે જો હાલની પરિસ્થિતિમાં કોઈ પણ ફેરફાર થશે, તો Aditya-L1 માં થોડો બદલાવ કરવો પડશે. જો કે આવું થવાના કોઈ સંકેતો સામે આવ્યા નથી. હાલમાં, રિપોર્ટ અનુસાર સૂર્યમાંથી શું બહાર આવી રહ્યું છે કણ સ્વરૂપે તેનો પુરાવો ISRO પાસે છે. તે ઉપરાંત ISRO પાસે ઓછી અને ઉચ્ચ ઊર્જાના એક્સ-રે માપન પણ છે.

તેમણે કહ્યું કે ISRO પાસે મેગ્નેટોમીટર પણ છે. જે સ્પેસ મેગ્નેટિઝમ ફિલ્ડ પર નજર રાખે છે. આગામી દિવસોમાં ઘણી બધી વૈજ્ઞાનિક માહિતી ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરાયેલ Aditya-L1 તેની છેલ્લી અને ખૂબ જ જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈને લેગ્રેન્જ પોઈન્ટમાં પ્રવેશ્યું છે.

આ પણ વાંચો: ISRO Update: ISRO એ નવા વર્ષની શરૂઆતમાં જ ઈતિહાસ રચ્યો

 

Whatsapp share
facebook twitter