શ્રીલંકાએ મંગળવારે વનડે વર્લ્ડ કપ માટે પોતાના 15 સભ્યોવાળી ટીમની જાહેરાત કરી છે. એક ખેલ્ડીને ટ્રેવિંગ રિઝર્વ તરીકે જોડવામાં આવ્યો છે. દાસુન શનાકા વર્લ્ડ કપમાં શ્રીલંકા ટીમની કેપ્ટનશિપ કરશે. એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાની શરમજનક હાર બાદ શનાકા કેપ્ટન પદે રહેશે કે નહીં તે અંગે છેલ્લાં કેટલાંક દિવસથી સસ્પેન્સ હતું. કેટલાંક રિપોર્ટસમાં દાવો કરાયો હતો કે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ આગામી વર્લ્ડ કપમાં શનાકાની જગ્યાએ અન્ય કોઈ પ્લેયરને કેપ્ટન બનાવી શકે છે. તો શ્રીલંકાને એક મોટો ઝાટકો પણ લાગ્યો છે. સ્ટાર સ્પિનર વનિંદુ હસરંગા વર્લ્ડ કપ નહીં રમી શકે. તે ઈજામાંથી સંપૂર્ણપણે ફીટ થયો નથી.
હસરંગાને ગત મહિને લંકા પ્રીમિયર લીગના પ્લેઓફ દરમિયાન જાંઘમાં ખેંચ આવી હતી. તે LPLમાં 279 રનની સાથે ટોપ સ્કરોર હતો અને તેણે 19 વિકેટ પણ લીધી હતી. જે બાદ હસરંગાને ઈજા થતા તે એશિયા કપમાંથી પણ બહાર થઈ ગયો હતો. એસએલસીને આશા હતી કે હસરંગા વર્લ્ડ કપ માટે ફિટ થઈ જશે પરંતુ તે શક્ય ન બન્યું.
Presenting our powerhouse squad for the ICC Men’s Cricket World Cup 2023.
Let’s rally behind the #LankanLions
#CWC23 pic.twitter.com/NTD4A8YbkZ
— Sri Lanka Cricket
(@OfficialSLC) September 26, 2023
વર્લ્ડ કપ 2023 માટે શ્રીલંકાનો સ્કવોડ
દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ (વાઈસ કેપ્ટન), કુસલ પરેરા, પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, ચરિથ અસલાંકા, સદીરા સમરવિક્રમા, ધનંજય ડીસિલ્વા, દુશન હેમંથા, મહીશ થીક્ષણા, દુનિથ વેલ્લાલાગે, કસુન રાજિથા, મથીશા પથિરાના, લાહિરુ કુમારા, દિલશાન મદુશંકા.
આ પણ વાંચો –પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બન્યું કંગાળ, આટલા મહિનાથી ખેલાડીને નથી મળ્યો પગાર