+

World Cup : મેચ પહેલા રિવાબાનું મોટું નિવેદન, પ્રાર્થના કરું છું કે ભારત વર્લ્ડ કપ જીતે: Rivaba Jadeja

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023ની શરુઆત થઈ ગઈ છે. તે સાથે જ ભારત સેમીફાઈનલ માટે દાવેદારી પણ નોંધાવી લીધી છે. અત્યાર સુધીના ભારતના પ્રદર્શનની વાત કરવામાં આવે તો ભારતે ટૂર્નામેન્ટમાં…

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023ની શરુઆત થઈ ગઈ છે. તે સાથે જ ભારત સેમીફાઈનલ માટે દાવેદારી પણ નોંધાવી લીધી છે. અત્યાર સુધીના ભારતના પ્રદર્શનની વાત કરવામાં આવે તો ભારતે ટૂર્નામેન્ટમાં કુલ 5 મેચ રમી છે અને પાંચેય મેચોમાં જીત મેળવી છે. આ સાથે જ ભારત પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ અને +1.353ના નેટ રનરેટ સાથે બીજા નંબર પર છે, જ્યારે શ્રીલંકા 10 પોઈન્ટ અને +2.032ના નેટ રનરેટ સાથે પહેલા નંબર પર છે.

દબાણમાં બેટિંગ કરવા આવે છે રવિન્દ્ર
રીવાબાએ આગળ જણાવ્યું કે, રવિન્દ્ર જાડેજા જે ક્રમે બેટિંગ કરે છે, ત્યાં દબાણ હોય છે. ટીમે ફિનિશરનો રોલ આપ્યો છે. રવિન્દ્ર પાસે આવી પરિસ્થિતિમાં કેવી રીતે બેટિંગ કરવી જોઈએ, તેનો અનુભવ છે. તે અનેક વાર ટીમ અને કોચીસના વિશ્વાસ પર ખરા ઉતર્યા છે

 

રીવાબા જાડેજાએ કહ્યું કે, હું ઈચ્છું છું આપણે જીતીએ

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પર ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા કહે છે, “સૌથી પહેલા હું ભારતીય ક્રિકેટ ટીમ અને તમામ ક્રિકેટ ચાહકોને અભિનંદન આપવા માંગુ છું… હું ઈચ્છું છું કે આપણો દેશ વર્લ્ડ કપ જીતે. ફરી

 

જાડેજાનો બેટિંગ ઓર્ડર પ્રેશર વાળો છે.

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પર ભાજપના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા કહે છે, “સૌથી પહેલા, હું ભારતીય ક્રિકેટ ટીમ અને તમામ ક્રિકેટ ફેન્સને અભિનંદન આપવા માંગુ છું… હું ઈચ્છું છું કે આપણો દેશ ફરી એક વાર વર્લ્ડ કપ જીતે. તેમજ રીવાબાએ રવીન્દ્ર જાડેજા વિશે વાત કરતા કહ્યું કે, જડ્ડુ જે પરિસ્થિતિમાં બેટિંગ કરવા આવે છે તે પ્રેશરની પરિસ્થિતિ છે. તેમને આવી પરિસ્થિતિઓનો અનુભવ છે…તેમણે ટીમ અને કોચના વિશ્વાસનું વળતર આપ્યું છે…મને એ વાતની ખુશી છે કે આપણે ન્યુઝીલેન્ડ સામે 20 વર્ષનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યા છીએ. ભારતીય ક્રિકેટ ટીમના એક સામાન્ય સમર્થક તરીકે, હું આ પ્રદર્શનને આગળ વધારવા માંગુ છું અને ભારતીય ટીમને મારી શુભેચ્છાઓ પાઠવું છું.”

 

આ  પણ  વાંચો –ભારતના રમતવીરોએ રચ્યો ઇતિહાસ, એશિયન પેરા ગેમ્સમાં 100 મેડલ જીતી સર્જ્યો વિક્રમ

 

Whatsapp share
facebook twitter