RCB vs KKR:IPL 2024ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (RCB vs KKR)વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. KKRએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા અને કોલકાતાને 183 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં KKR 16.5 ઓવરમાં 186 રન બનાવી 7 વિકેટે જીતી ગયું હતું.
કોલકાતાની ઇનિંગ
IPL 2024ની 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું છે. કોલકાતાની આ સતત બીજી જીત છે, જ્યારે RCB ત્રણમાંથી બે મેચ હારી છે.વેંકટેશ 30 બોલમાં 50 રન બનાવી આઉટ થયો છે. જ્યારે શ્રેયસ ઐયર 19 બોલમાં 26 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 75 રનની ભાગીદારી થઈ હતી. 15.1 ઓવરમાં KKRનો સ્કોર 3 વિકેટે 167 રન છે. કોલકાતા નાઈટ રાઈડર્સને હવે જીતવા માટે 29 બોલમાં 16 રનની જરૂર છે. યશ દયાલે 16મી ઓવરના પહેલા બોલ પર આ બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યો હતો. હાલમાં શ્રેયસ ઐયર ક્રિઝ પર છે. ટીમને જીતવા માટે 29 બોલમાં 16 રનની જરૂર છે.
The streak is broken! @KKRiders
become the first team to register an away win in #TATAIPL 2024
![]()
Scorecard
https://t.co/CJLmcs7aNa#RCBvKKR pic.twitter.com/svxvtA409s
— IndianPremierLeague (@IPL) March 29, 2024
કોહલીએ જબરદસ્ત ઇનિંગ રમી હતી
પ્રથમ બેટિંગ કરવા આવેલી RCBની શરૂઆત સારી રહી ન હતી અને તેણે 17 રનના સ્કોર પર કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (8)ની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી વિરાટ કોહલી અને કેમરન ગ્રીને સાથે મળીને બીજી વિકેટ માટે 65 રનની ભાગીદારી કરી હતી. આન્દ્રે રસેલે ગ્રીનને બોલ્ડ કરીને આ ભાગીદારીનો અંત કર્યો હતો. ગ્રીને 4 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. ગ્રીનના આઉટ થયાના થોડા સમય બાદ કોહલીએ 36 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
Things we love to see
![]()
VK
GG
Follow the Match
https://t.co/CJLmcs7aNa#TATAIPL | #RCBvKKR pic.twitter.com/jAOCLDslsZ
— IndianPremierLeague (@IPL) March 29, 2024
કોહલીએ 83 રન મારી અણનમ રહ્યો
બીજી બાજુ, ગ્લેન મેક્સવેલ પાસેથી વિસ્ફોટક ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવી હતી, જે તે અમુક હદ સુધી જીવ્યો હતો. મેક્સવેલે 19 બોલમાં 28 રન બનાવ્યા જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. કોહલી અંત સુધી ક્રિઝ પર રહ્યો. કોહલીએ 83 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. દિનેશ કાર્તિકે પણ છેલ્લી ઓવરોમાં તોફાની બેટિંગ કરી હતી અને આઠ બોલમાં ત્રણ સિક્સરની મદદથી 20 રન બનાવ્યા હતા. KKR તરફથી હર્ષિત રાણા અને આન્દ્રે રસેલે બે-બે વિકેટ લીધી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ-11: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમરોન ગ્રીન, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અલઝારી જોસેફ, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ.
ઈમ્પેક્ટ પ્લેયર: વિજયકુમાર વૈશાક
કોલકાતા નાઈટ રાઈડર્સના પ્લેઈંગ-11: ફિલ સોલ્ટ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રમનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, મિચેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
ઈમ્પેક્ટ પ્લેયરઃ અંગક્રિશ રઘુવંશી
આ પણ વાંચો – Virat Kohli : ગૌતમ ગંભીરે વિરાટ કોહલી ગળે મળીને શું કહ્યું…
આ પણ વાંચો – RR vs DC : દિલ્હીને હરાવી રાજસ્થાન Points Table માં ટોપ-4માં પહોંચી