+

WORLD CUP 2023 : ન્યૂઝીલેન્ડ અને નેધલેન્ડ વચ્ચેની મેચમાં ન્યૂઝીલેન્ડની 99 રને જીત

ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ સામેની બીજી મેચ 99 રને જીતી લીધી હતી. બીજી જીત બાદ ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર ન્યુઝીલેન્ડ…

ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ સામેની બીજી મેચ 99 રને જીતી લીધી હતી. બીજી જીત બાદ ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે 2-2 મેચ રમાઈ છે જેમાં કીવી ટીમે બંનેમાં જીત મેળવી છે. જ્યારે ડચ ટીમને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડે બીજી મેચ જીતીને 4 પોઈન્ટ અને +1.958 નો નેટ રન રેટ હાંસલ કર્યો. હાર બાદ નેધરલેન્ડ ખરાબ નેટ રન રેટ સાથે 8મા સ્થાને આવી ગયું છે.

નેધરલેન્ડ અત્યાર સુધી કોઈ પોઈન્ટ મેળવી શક્યું નથી. દક્ષિણ આફ્રિકા 2 પોઈન્ટ અને +2.040ના નેટ રન રેટ સાથે બીજા ક્રમે છે. આ પછી, પાકિસ્તાન 2 પોઈન્ટ અને +1.620 નેટ રનરેટ સાથે ત્રીજા સ્થાને છે, બાંગ્લાદેશ 2 પોઈન્ટ અને +1.438 નેટ રનરેટ સાથે ચોથા સ્થાને છે અને ભારત 2 પોઈન્ટ અને +0.883 નેટ રનરેટ સાથે પાંચમા સ્થાને છે. ભારતીય ટીમે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતું.

નેધરલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો 

ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાતી વર્લ્ડકપની છઠ્ઠી મેચમાં પ્રથમ ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. આ મેચમાં નેધરલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી પહેલાં બેટિંગ કરવા આવેલી ન્યૂઝીલેન્ડની ટીમે 25 ઓવર બાદ 1 વિકેટના નુકસાને 135 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડનો ઓપનર ડેવોન કોનવે 40 બોલમાં 30 રન કરીને આઉટ થયો છે, જ્યારે વિલ યંગ 75 બોલ પર 66 રન કરીને અને રચિન રવિન્દ્ર 34 બોલ પર 31 રન કરીને અત્યારે બેટિંગ કરી રહ્યો છે. નેધરલેન્ડના બોલરની વાત કરવામાં આવે તો, આર્યન દત્તે 2 મેડન ઓવર સાથે 6 ઓવર નાખી છે. જેમાં આર્યન દત્તે 33 રન આપ્યા છે.

 

ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની છઠ્ઠી મેચની પ્રથમ ઈનિંગ શરૂ થઈ છે. આ મેચમાં નેધરલેન્ડે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે અને વિલ યંગ ઓપનિંગ કરવા માટે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બંને ટીમ વર્લ્ડકપની બીજી મેચ રમી રહી છે. ન્યૂઝીલેન્ડની પ્રથમ મેચમાં જીત થઈ હતી, જ્યારે નેધરલેન્ડની પાકિસ્તાન વિરુદ્ધ હાર થઈ હતી

 

નેધરલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

વર્લ્ડકપની છઠ્ઠી મેચ આજે ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમવામાં આવશે. આ મેચ માટે ટોસ થયો છે. જે નેધલેન્ડે જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પાકિસ્તાન વિરદ્ધ નેધરલેન્ડની હાર થઈ હતી, જ્યારે ગત ચેમ્પિયન ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની જીત થઈ હતી.

 

ICC વર્લ્ડકપ 2023ની છઠ્ઠી મેચ આજે ન્યૂઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. બંને દેશ વચ્ચે આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. હૈદરાબાદની પીચ પર પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં સારો સ્કોર જોવા મળ્યો હતો. જેથી આજની મેચમાં સારો સ્કોર જોવા મળે તેવી સંભાવના છે. આજની મેચમાં ન્યૂઝીલેન્ડ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. બીજી તરફ નેધરલેન્ડ પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં મળેલી હારમાંથી આગળ વધવાનો પ્રયાસ કરશે.

 

 

બંને દેશની પ્લેઈંગ ઈલેવન-

ન્યૂઝીલેન્ડ- ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ લેથમ (કેપ્ટન અને વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ,માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુશન, ટ્રેન્ટ બોલ્ટ

નેધરલેન્ડ-મેક્સ ઓ’ડાઉડ, વિક્રમજીત સિંહ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), સાઈબ્રેડ એંગેલબ્રેક્ટ, રોએલ્ફ વેન ડેર મેરવે, રયાન ક્લેન, આર્યન દત્ત, પોલ વેન મીકરેન

 

 

આ  પણ  વાંચો-WORLD CUP 2023 : એવું તે શું થયું વર્લ્ડકપ વચ્ચે પાકિસ્તાની સ્પોર્ટ્સ એન્કરે ભારત છોડવું પડ્યું

 

Whatsapp share
facebook twitter