+

IND vs AFG : દિલ્હીમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર,શું ભારતીયમાં ટીમ થશે ફેરફાર ?

ICC વર્લ્ડ કપ 2023ની શાનદાર જીત સાથે શરૂઆત કર્યા બાદ ટીમ ઈન્ડિયા આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. કાંગારૂ ટીમ સામે રોહિતનું પલટનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બોલિંગમાં સ્પિનરોનો જાદુ ચરમસીમા પર…

ICC વર્લ્ડ કપ 2023ની શાનદાર જીત સાથે શરૂઆત કર્યા બાદ ટીમ ઈન્ડિયા આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. કાંગારૂ ટીમ સામે રોહિતનું પલટનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. બોલિંગમાં સ્પિનરોનો જાદુ ચરમસીમા પર હતો જ્યારે ઝડપી બોલરો પણ સારા ફોર્મમાં જોવા મળ્યા હતા. તે જ સમયે કેએલ રાહુલ અને વિરાટ કોહલી બેટિંગમાં રંગ જમાવવામાં સફળ રહ્યા હતા.

 

હેડ ટુ હેડ આંકડા શું કહે છે?
ભારત અને અફઘાનિસ્તાનની ટીમો (IND vs AFG) 50 ઓવરના ફોર્મેટમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત એકબીજા સામે રમી છે. જેમાંથી ભારતીય ટીમે બે મેચ જીતી હતી, જ્યારે એક મેચ ટાઈ રહી હતી. એટલે કે આંકડાઓની રમતમાં ટીમ ઈન્ડિયાનો હાથ ઉપર છે. વર્લ્ડ કપમાં બંને ટીમો માત્ર એક જ વાર ટકરાયા છે, જ્યાં ભારતીય ટીમે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 11 રને હરાવ્યું હતું.

 

 

દિલ્હીમાં ટીમ ઈન્ડિયા કેવી રીતે રમે છે?
ભારતીય ટીમે દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 23 ODI મેચ રમી છે, જે દરમિયાન ભારતીય ટીમે 13માં જીત મેળવી છે. તે જ સમયે, ટીમને 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે દિલ્હીના આ મેદાન પર ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો દબદબો છે.

 

શું દિલ્હીની પીચ સ્પિનરો મદદ મળે છે?

ભારત અને અફઘાનિસ્તાન (IND vs AFG) વચ્ચેની મેચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. દિલ્હીના આ મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો જોરદાર વરસાદ થાય છે અને ઘણા રન બને છે. નાનું મેદાન હોવાને કારણે બોલને બાઉન્ડ્રી લાઇનની પેલે પાર મોકલવો એકદમ સરળ છે. આ મેદાન પર દક્ષિણ આફ્રિકાએ શનિવારે સાંજે વર્લ્ડ કપના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 428 રન બનાવ્યા હતા જ્યારે શ્રીલંકા પણ 326 રન બનાવવામાં સફળ રહી હતી.

 

ભારતના સંભવિત ખેલાડીઓ

રહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

 

અફઘાનિસ્તાન સંભવિત ખેલાડીઓ

રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, નવીન ઉલ-હક, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી.

 

 

આ  પણ  વાંચો-WORLD CUP 2023 : અફઘાનિસ્તાનના સ્પિનર્સ સામે ભારતના બેટ્સમેનોનું પલડું ભારે

 

 

Whatsapp share
facebook twitter